GSTV
Home » News » મેચ દરમ્યાન કોહલી-જાડેજા વચ્ચે થઈ રેસ, જુઓ VIDEO

મેચ દરમ્યાન કોહલી-જાડેજા વચ્ચે થઈ રેસ, જુઓ VIDEO

મુંબઈમાં ભારત અને વિન્ડીઝ વચ્ચે રમાયેલી ચોથી વન-ડેમાં ભારતીય ટીમે 224 રનથી મોટી જીત નોંધાવી હતી. આ મેચમાં કેપ્ટન કોહલી માત્ર 16 રન કરી આઉટ થયા હતાં.  પરંતુ છેલ્લી ત્રણ મેચોમાં તેમણે સદીની હેટ્રીક લગાવી ઘણાં નવા રેકોર્ડ બનાવ્યા છે અને ચોથી વન-ડેમાં રવિન્દ્ર જાડેજા આ મામલામાં કોહલીથી આગળ જતા રહ્યાં છે.

જ્યારે બોલ પકડવા માટે કોહલી-જાડેજા વચ્ચે થઈ રેસ

ટૉસ જીતીન પ્રથમ બોલિંગ કરવા ઉતરનારી ટીમ ઈન્ડિયા તરફથી ભુવનેશ્વર કુમારે પ્રથમ ઓવર નાખી અને પ્રથમ ઑવરના ત્રીજા બોલે વિન્ડીઝના ઑપનર બેટ્સમેન હેમરાજે ઑફ સાઈટમાં શૉટ ફટકાર્યો. તો બાઉન્ડ્રી તરફ તિવ્ર ગતિથી દોડી રહેલી બોલને પકડવા માટે કેપ્ટન કોહલી અને રવિન્દ્ર જાડેજા બંને દોડ્યા હતાં. બોલને રોકવા માટે બંને ખેલાડીઓએ એક પ્રકારની દોડ લગાવી હતી. આ રેસ કેમેરામાં કેદ થઈ હતી. આ રેસમાં જાડેજા કોહલીથી આગળ નિકળીને કૂદકો મારીને બાઉન્ડ્રી રોકી લે છે અને બોલને તરત જ પકડી લે છે. ટ્વિટર પર એક યુઝર્સે આ રસપ્રદ વીડિયોને શેર કર્યો છે. તો BCCIએ પણ આ વીડિયોને પોતાના સત્તાવાર પેજ પર કેપ્શન આપી લખ્યુ, “ધ રનિંગ રેસ જાડેજા વર્સિસ કોહલી.”

ત્રીજી મેચ હાર્યા બાદ કોહલીને જાડેજાની આવી યાદ!

વિન્ડીઝ ટીમ સામેની ત્રીજી વન-ડે ગુમાવ્યા બાદ કેપ્ટન કોહલીને ઑલરાઉન્ડર ખેલાડીઓની યાદ આવી અને તેમણે ચોથી વન-ડેમાં 2 મોટા ફેરફાર કર્યા. કોહલીએ પંત અને ચહલના સ્થાને જાડેજા અને જાધવને ટીમમાં સામેલ કર્યા. ચોથી વન-ડેમાં જાડેજાએ બેટ્સમેન તરીકે 4 બોલમાં 7 રનનું યોગદાન આપ્યું અને બોલર તરીકે 10 ઓવરમાં 39 રન આપી 1 વિકેટ લીધી હતી.

READ ALSO

Related posts

જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીના ઈતિહાસમાં આ વખતે સૌથી ઓછું મતદાન

Mayur

સુપરસ્ટાર સલમાને મમ્મી સાથે કર્યો ડાન્સ, ઝડપથી થઈ રહ્યો છે VIDEO વાયરલ

Dharika Jansari

આસામમાં ભારે વરસાદ બાદ 16 ગેંડા સહિત 187 વન્યજીવોના મોત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!