GSTV
Home » News » પાલનપુરનાં સબ રજિસ્ટ્રાર ચૂંટણી દરમ્યાન ચિક્કાર દારૂ પિધેલી હાલતમાં જણાયા

પાલનપુરનાં સબ રજિસ્ટ્રાર ચૂંટણી દરમ્યાન ચિક્કાર દારૂ પિધેલી હાલતમાં જણાયા

23મી એપ્રીલે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચુસ્ત બંદોબસ્ત દરમ્યાન ચૂંટણી યોજાઈ હતી. ત્યારે શાંતિપૂર્ણ વાતાવરણમાં તમામ બેઠકોનાં ઉમેદવારનું ભાવી ઈવીએમમાં કેદ થયું હતું. ત્યારે પાલનપુરમાં એક શરમજનક ઘટના સર્જાઈ હતી જેમાં પાલનપુરનાં સબ રજિસ્ટ્રાર દારૂ પિધેલી ચિક્કાર હાલતમાં જોવા મળ્યા હતા.

ત્યારે તેઓ સતત એમ કહેતા જોવા મળ્યા હતા કે મે દારૂ પીધો નથી, મને ગોળી પીવડાવી છે. ત્યારે દારૂ પીને છાકટા બનેલા પાલનપુરના સબ રજિસ્ટ્રાર એન.ડી.સુવાતર જગાના એન્જિનિયરિંગ કોલેજમાં ઇવીએમ રિસિવિંગની કામગીરીમાં હતા. તે દરમ્યાન તે ચાલવાની પણ પરિસ્થિતીમાં જોવા મળ્યા અને એન.ડી.સુવાતર આ કામગીરી દરમિયાન સતત લથડીયા ખાતા જોવા મળ્યા હતા.

ત્યારે તેમણે ચિક્કાર દારૂ પીધેલો જણાતો હતો..અને ત્યારબાદ માલૂમ પડતા ચૂંટણી ફરજમાં આવેલા આ કર્મચારીને પોલીસ મથકે લઇ જવાયા હતા..જો કે મીડિયા સાથેની વાતચીતમાં એન.ડી.સુવાતરે પોતે દારૂ ન પીધો હોવાનો દાવો કરીને તેમને ગોળી લીધેલી હોવાની વાત કરી..આ સાથે ઉચ્ચ અધિકારી તેમને ધમકી આપતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

READ ALSO

Related posts

ટ્રમ્પના પુત્રનો શોખ શિકાર કરવો છે, 1000 ડોલર ફી ભરી હવે રીંછનો શિકાર કરશે

Mayur

કેરળનાં બિશપ વિરુદ્ધ દુષ્કર્મની વધુ એક ફરીયાદ, નને લગાવ્યા અત્યંત ગંભીર આરોપો

pratik shah

આર્મીએ લશ્કરે તોયબાના બે આતંકીઓને ઠાર કર્યા, એક જીવતો પકડાયો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!