GSTV
Gujarat Government Advertisement

દિવાળીનાં તહેવાર દરમ્યાન ST વિભાગે વધારાની 1000થી વધુ બસો દોડાવવાનો કર્યો નિર્ણય

Last Updated on October 11, 2019 by Mansi Patel

દિવાળી દરમિયાન ટ્રેન અને બસોમાં મુસાફરોના ભારે ધસારાને ધ્યાનમાં લઇ દર વર્ષની જેમ ચાલુ વર્ષે સુરત એસટી વિભાગે વધારાની એક હજારથી વધુ બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દાહોદ, ઝાલોદ,ગોધરા અને પંચમહાલ જેવા ગામડાઓમાં આ બસો દોડાવવાની જાહેરાત સુરત એસટી વિભાગે કરી છે.

એટલું જ નહીં પરંતુ દિવાળીના પર્વને લઇ મહારાષ્ટ્ર તરફથી પણ મળેલી ઇન્કવાયરીના આધારે નંદરબાર, ધુલિયા અને મહારાષ્ટ્ર ખાતે પણ વધુ બસોને દોડાવવામાં આવશે તેવી જહેરાત એસટી નિયામક દ્વારા કરવામાં આવી છે. સાથે જ એસ.ટી.ના એજન્ટો પણ નીમવામાં આવ્યા છે.

ગ્રુપ બુકીંગ માટે 51 મુસાફરોથી વધુની સંખ્યા પર ઘર આંગણે બસની વ્યવસ્થા કરવામાં આવી છે. એસ.ટી.વિભાગ દ્વારા વધારાની બસો 22 થી 27 નવેમ્બર  સુધી દોડાવવામાં આવશે તેવી જાહેરાત એસ.ટી.નિયામક વિભાગે કરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!