GSTV

VIDEO/ લગ્નની રસમ પુરી કરવાના બહાને વરની ભાભીએ દાવ કરી નાખ્યો, વરરાજો સોટી લઈને પાછળ દોડ્યો

Last Updated on January 13, 2022 by Pravin Makwana

ભારતીય લગ્નોમાં કેટલાય પ્રકારની રસમો અદા કરવામાં આવે છે. અમુક લગ્ન પહેલા હોય છે. જ્યારે અમુક લગ્ન દરમિયાન હોય છે. આ રસમ અલગ અલગ રાજ્ય અને કમ્યુનિટીમાં અલગ અલગ હોય છે.જેને જોઈને આપ ખુદ હસવાનું રોકી શકતા નથી. રસમ દરમિયાન થયેલી આવી જ એક ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં વરરાજાની ભાભી કંઈક એવું કરે છે, જેને જોઈને આપ પેટ પકડીને હસવા લાગશો. તો આવો જોઈએ આ આકો વીડિયો…

ભાભીએ આપી સરપ્રાઈઝ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં આપ જોઈ શકો છો કે, વરરાજાને ઘોડી પર ચડાવતા પહેલા એક રસમ નિભાવામા આવે છે.ફ્રેમમાં આપને એક વર, વરની ભાભી અને તેની આસપાસ અમુક લોકો નજરે પડશે. વર અને તેની ભાભી અમુક રસમ અદા કરી રહ્યા છે. વર આગળ આગળ ચાલે છે. જ્યારે પાછળ પાછળ ભાભી. બંનેના હાથમાં એક પાતળી સોટી છે તથા બંને વારાફરતી એક પછી એક પગમાં ધીમે ધીમે મારતા ગોળ ગોળ ફરે છે. આ તમામની વચ્ચે અચાનક તેની ભાભી એવું કરે છે જેને જોઈને ત્યાં ઊભેલા લોકો જોર જોરથી હસવા લાગે છે.

લોકોને પસંદ આવી રહ્યો છે આ વીડિયો

હકીકતમાં રસમની વચ્ચે વરની ભાભી આ જ સોટીથી વરને બરાબરની મારવા લાગે છે. વર જેવો ફરે છે કે, તેની ભાભી ભાગી જાય છે. વર પણ તેનો બદલો લેવા માટે તેની પાછળ દોડે છે. પણ તે હાથમાં આવતી નથી. જો કે, આ દ્રશ્ય જોઈને ત્યાં ઊભેલા લોકો હસવા લાગે છે. સોશિયલ મીડિયામાં પણ લોકોને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે.

READ ALSO

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!