GSTV
Gandhinagar Trending ગુજરાત

ના. મુખ્યમંત્રીની ચર્ચા વચ્ચે કોળી સમાજની બાવળિયાના ઘરે બેઠક, કુંવરજીએ કર્યો આ ખુલાસો

લોકસભાની ચૂંટણી પહેલાં કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાનાં ઘરે કોળી સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં તમામ જિલ્લામાંથી પાંચ-પાંચ કોળી સમાજનાં આગેવાનો જોડાયાં હતાં. કુંવરજીને નાયબ મુખ્યપ્રધાન બનાવવાની ચર્ચા વચ્ચે કોળી સમાજની યોજાયેલી બેઠકથી પાટનગરની રાજનીતિમાં ગરમાવો જોવા મળ્યો. જોકે બાવળિયાએ બેઠકને શુભેચ્છા મુલાકાત ગણાવી હતી.

ગાંધીનગરમાં કુંવરજી બાવળિયાનાં ઘરે કોળી સમાજની બેઠકથી રાજકારણમાં ગરમાવો જોવાં મળ્યો છે. જસદણની પેટાચૂંટણીમાં કુંવરજી બાવળીયાની જીત બાદ ભાજપમાં તેમનું કદ વધ્યું છે. ત્યારે કુંવરજી બાવળિયાની સમાજનાં આગેવાનો સાથે યોજાયેલી બેઠકમાં કોળી સમાજનાં 100થી પણ વધુ આગેવાનો હાજર રહ્યા. સૌરાષ્ટ્ર સહિતના જિલ્લામાંથી પાંચ-પાંચ કોળી આગેવાનો જોડાયાં હતાં.

લોકસભાની ચૂંટણી નજીક આવતાં કોળી સમાજની રાજનીતિ તેજ બની છે. ત્યારે કોળી સમાજ ભાજપને કઈ રીતે ફાયદો કરાવી શકે અને સમાજના પડતર પ્રશ્નોની બેઠકમાં ચર્ચા થઈ. બાવળિયાએ કહ્યું છે કે ભાજપ ચૂંટણીમાં જે જવાબદારી આપશે તે નિભાવવા તેઓ તૈયાર છે.

કુંવરજી બાવળીયા ભલે આ બેઠકને શુભેચ્છા મુલાકાત ગણાવે, પરંતુ જાન્યુઆરીના અંતમાં અથવા તો ફેબ્રુઆરીના આરંભે સૌરાષ્ટ્રમાં કોળી મહાસંમેલન યોજાય તેવી શક્યતા છે. ત્યારે ચૂંટણીના ત્રણ મહિના પહેલા મળેલી બેઠકના અનેક રાજકીય અર્થ કાઢવામાં આવે છે.

READ ALSO

Related posts

7 લાખ સુધી ટેક્સ નહિ, તો પછી 3-6 લાખ પર 5% ટેક્સ? દૂર કરો કન્ફ્યુઝન

Akib Chhipa

રાજકોટ / યાત્રાધામ વીરપુરમાં પોલીસે યોજ્યો લોન કેમ્પ, લોકોને લોન અંગેની માહિતી આપવામાં આવી

Nakulsinh Gohil

અમેરિકામાં બર્ફિલા તોફાનના કારણે 1800થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી

Akib Chhipa
GSTV