GSTV
Jamnagar Trending ગુજરાત

જામજોધપુરમાં ધાર્મિક પ્રસંગ દરમિયાન એક સાથે પાંચ મહિલાના ગળામાંથી સોનાના પાંચ નંગ ચેનની ઝડપની ઘટનાથી ભારે ચકચાર

જામનગર જિલ્લાના જામજોધપુરમાં ચાલી રહેલા એક ધાર્મિક મહોત્સવ દરમિયાન અંદાજે પાંચ જેટલી મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ થઈ ગઈ હોવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે જેથી ભારે ચકચાર જાગી છે. પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરી એક પરપ્રાંતિય મહિનાની અટકાયત કરી છે, જ્યારે અન્ય ચાર મહિલાની શોધખોળ આરંભી છે.

 આ બનાવ ની વિગત એવી છે કે જામજોધપુરમાં હાલ એક ધાર્મિક મહોત્સવ ચાલી રહ્યો છે, જેમાં ગઈકાલે નંદ મહોત્સવ ઉજવાઈ રહ્યો હતો, દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સઇ દેવળીયા ગામ થી આવેલા સવિતાબેન મનસુખભાઈ પટેલ નામના ૬૫ વર્ષના વૃદ્ધ મહિલા કે જેમના ગળામાંથી સોનાના ચેન ની ચિલ ઝડપ થઈ ગઈ હતી. આ ઉપરાંત તેઓની સાથે અન્ય ચાર મહિલાના ગળામાંથી પણ સોનાના ચેન ની ઉઠાંતરી થઈ ગઈ હતી.

 જે સમગ્ર મામલો જામજોધપુર પોલીસ મથકમાં લઈ જવાયો હતો અને પાંચે મહિલાના ૩,૩૦,૦૦૦ ની કિંમતના સોનાના ચેન ની ચીલ ઝડપ અંગેની ફરિયાદ નોંધાવાઈ હતી. જેમાં રાજસ્થાનથી આવેલી સુનીતાબેન સતિષભાઈ રામકુંવર નામની મહિલા અને તેની સાથે મહિલાઓનું કારસ્તાન હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો દોર હાથ ધર્યો છે, અને હાલમાં એક મહિલાની અટકાયત કરી લીધી છે, જ્યારે અન્ય ચાર મહિલાઓની શોધખોળ હાથ ધરી છે. નજીકના ભવિષ્યમાં જ સમગ્ર ઘટના પરથી પડદો ઉચકાય તેમ મનાઈ રહ્યું છે.

Related posts

વિવિધ મંદિરોમાં ચોરી કરનાર માત્ર 19 વર્ષનો જુવાન, પોલીસ પણ મોડેસ ઓપરેન્ડી જાણીને અંચબામાં પડી ગઈ

pratikshah

નવરાત્રી 2023: મા સિદ્ધિદાત્રીની આરાધના કરવાના મહાઉપાય, જેમનાથી થશે દરેક મનોકામના પૂર્ણ

Hina Vaja

રામનવમીના પાવન દિવસે રીલિઝ થયું આદિપુરુષનું પોસ્ટર, ચાહકો આ રીતે કરશે પ્રચાર

Siddhi Sheth
GSTV