GSTV
Home » News » મહારાષ્ટ્ર ચૂંટણી: પૂરપીડિતો કેમ કરશે મતદાન? પૂરગ્રસ્ત જિલ્લા માટે ચૂંટણી પંચે કર્યો આ નિર્ણય

મહારાષ્ટ્ર ચૂંટણી: પૂરપીડિતો કેમ કરશે મતદાન? પૂરગ્રસ્ત જિલ્લા માટે ચૂંટણી પંચે કર્યો આ નિર્ણય

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ જોવા મળે છે. આગલા મહિને થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખતા કોલ્હાપુર અને સાંગલી જિલ્લા પ્રશાસન દ્વારા અંદાજીત 5.5 લાખ લોકોને ડુપ્લીકેટ મતદાર ઓળખ કાર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. ગત મહિને આવેલા વિનાશક પૂરને કારણે સ્થાનિક લોકોનાં દસ્તાવેજો ખરાબ થઇ ગયા છે અથવા તો ખોવાઇ ગયાની માહિતી મળી રહી છે.

અધિકારીઓએ સોમવારે જણાંવ્યું કે કોલ્હાપુરનાં 340થી વધારે ગામડાઓ ભારે વરસાદને કારણે આંશિક અથવા પૂર્ણ રીતે પ્રભાવિત થયા હતાં. જેમાં શિરોલ, હાતકણંગલે અને કરવીર તાલુકાનાં27 ગામ સૌથી વધુ અસરગ્રસ્ત થયા હતાં. કોલ્હાપુર જિલ્લાધીકારી દૌલત દેસાઇએ જણાંવ્યું કે વિધાનસભા ચૂંટણી નજીક છે, તેથી અમે નિર્ણય કર્યો છે કે આ તમામ 27 ગામડાનાં મતદારો ડુપ્લીકેટ મતદાર ઓળખ કાર્ડ વિતરણ કરવામાં આવશે. અધિકારીએ જણાંવ્યું કે દોઢ લાખથી વધુ ડુપ્લીકેટ મતદાર ઓળખ કાર્ડ છાપવામાં આવ્યા છે, જે ટુંક સમયમાં આ ગામડાઓમાં વિતરીત કરવામાં આવશે.

સાંગલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાંવવામાં આવ્યું છે કે, અત્યાર સુધી શિરાલા, વાલ્વા, પલૌસ અને મિરાજ તાલુકાનાં બે લાખથી વધુ લોકોને ડુપ્લીકેટ મતદાર ઓળખ કાર્ડ આપવામાં આવ્યા છે. તેમણે જણાંવ્યું કે ચાર લાખથી વધુ મતદાર ઓળખ કાર્ડ મંગાવાયા છે. રાજ્યની 288 વિધાનસભા સીટ પર 21 ઓક્ટોબરે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. તેમજ 24 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.

READ ALSO

Related posts

બ્રેક્ઝિટ માટે બ્રિટન-EUમાં નવી ડીલ, PM બોરિસ જોન્સને કર્યું એલાન

Kaushik Bavishi

ઘોર કળીયુગ : ભાઈ બહેનનાં પવિત્ર સંબધને કર્યો શર્મસાર, પછી થયું એવું કે…..

pratik shah

દેશભરની તમામ ગર્ભવતી મહિલાઓને લઈને સામે આવ્યો ચોંકાવનારો અભ્યાસ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!