GSTV

વડોદરા/ દુમાડ ચોકડી પાસે ફાયરિંગનો વિડીયો આવ્યો સામે, 6 રાઉન્ડ ફાયરિંગમાં 5 લોકો થયા હતા ઈજાગ્રસ્ત

વડોદરા શહેરની દુમાડ ચોકડી પાસે સોમવારે બપોરે થયેલા ફાયરીંગનો વિડીયો સામે આવ્યો છે…જેમાં ફાયરિંગ, મારામારી અને દોડધામનાં દૃશ્યો કેદ થઇ ગયાં છે.ઉલ્લેખનીય છે કે શહેરની દુમાડ ચોકડી પાસે સોમવારે બપોરે સાવલીના ઈંટોના ભઠ્ઠામાં કામ કરતું મજૂર દંપતી ભઠ્ઠામાં પરત જવા માગતું ન હતું. આ સમગ્ર ઘટના CCTVમાં આવી ગઈ છે, જેમાં ફાયરિંગ, મારામારી અને દોડધામનાં દૃશ્યો કેદ થઇ ગયાં છે.

સાવલીના ઈંટોના ભઠ્ઠામાં કામ કરતું મજૂર દંપતી ભઠ્ઠામાં પરત જવા માગતું ન હતું

એ બાબતે થયેલી રકઝકમાં ત્યાં ઊભેલા ભરવાડ યુવકોએ દરમિયાનગીરી કરતા ત્યારે ભઠ્ઠાના માલિક સાથે ઉગ્ર ઝઘડો થયા બાદ મામલો બિચક્યો હતો. ભરવાડો તથા લઘુમતી કોમનું ટોળું સામસામે આવી ગયા બાદ મારામારી થઇ હતી, જેમાં ઇંટોના ભઠ્ઠાના માલિક ઐયુબ અલીએ લાઇસન્સવાળી રિવોલ્વરમાંથી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું,ઘટનામાં 5 જણને ઇજા થઇ હતી. બંને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

રિવોલ્વરમાંથી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું,ઘટનામાં 5 જણને ઇજા થઇ

ત્યાર બાદ લાલ કલરની ગાડી અને બાઇકો પર 8થી 10 જણ આવ્યા હતા અને તમે અમારા મજૂરને કેમ ભગાડી દીધા છે, તમે કઈ રીતે ધંધો કરો છો તેમ કહી વિડિયો ઉતાર્યો હતો અને એ સમયે પહેલા બોલાચાલી અને પછી ઝપાઝપી થઇ હતી. ત્યાર બાદ લાલ કારમાંથી એક શખસે ફાયરિંગ કરતાં તેને ગોળી વાગી હતી, જ્યારે દેવશીભાઇ ભરવાડને માથામાંથી કોઈએ લાકડાનો ફટકો મારતાં તેને ઈજા પહોંચી હતી. વિડિયો ઉતારવાની ના પાડતાં તેમણે હુમલો કર્યો હતો.

READ ALSO

Related posts

સોનાક્ષી સિંહાએ સમૂદ્રમાં ડાઇવ લગાવી અને માછલીઓ સાથે તરવા લાગી

Pravin Makwana

દક્ષિણ ગુજરાતમાં ગુજસીટોક હેઠળ પ્રથમ કેસ આસીફ ટામેટા ગેંગ સામે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયો

Nilesh Jethva

પીએમની મુલાકાત બાદ સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓનું મોટુ નિવેદન, કોવિશીલ્ડના ઇમરજન્સી ઉપયોગ માટે વહેલી તકે શરૂ થશે પ્રક્રિયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!