GSTV
Home » News » વાયુ વાવાઝોડાના કારણે રાજ્યના 2 હજાર 251 ગામના વીજ પૂરવઠાને અસર

વાયુ વાવાઝોડાના કારણે રાજ્યના 2 હજાર 251 ગામના વીજ પૂરવઠાને અસર

વાયુ વાવાઝોડાના કારણે રાજ્યના ૨ હજાર ૨૫૧ ગામમાં વીજ પુરવઠાને અસર થઈ છે. જેમાથી ૧ હજાર ૯૨૪ ગામમાં વીજ પુરવઠાને ફરીવાર શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે 904 વીજ ફીડર ખોટવાયા હતા, જેમાંથી 697 ફીડર પુનઃશરૂ કરાયા છે. આ ઉપરાંત 566 વીજ થાંભલાઓને અસર થઈ હતી. જેમાંથી 230 ને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે.

વીજ પુરવઠો ખોરવાયો હોય તેવા ગામોમાં મુખ્યત્વે છોટાઉદેપુર જિલ્લાના 258, દેવભૂમિ દ્વારકાના 129, ગીર સોમનાથના 189, જામનગરના 105, જૂનાગઢના 118, મહેસાણાના 240, પાટણના 317, સાબરકાંઠાના 135, અને સુરત જિલ્લાના 263 ગામોનો સમાવેશ થાય છે. જેને ફરીવાર શરૂ કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.

Read Also

Related posts

ગુજરાત પેટાચૂંટણી : મતદારોનો ઉત્સાહ ઘટ્યો, સૌથી વધુ મતદાન આ બેઠક પર થયું

Nilesh Jethva

સુરત : રસ્તામાં રોકી પૈસા ખંખેરતા 6 ધાડપાડુઓને પોલીસે પકડી પાડ્યા

Kaushik Bavishi

શહીદ થયેલ જવાનોને શ્રધ્ધાંજલી આપવા ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!