GSTV
Home » News » વાયુ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં ટ્રેન અને બસ સેવા ખોરવાઈ, બસની 2,174 ટ્રીપ રદ

વાયુ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં ટ્રેન અને બસ સેવા ખોરવાઈ, બસની 2,174 ટ્રીપ રદ

વાયુ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર જતી ટ્રેન સેવાને અસર પડી છે. વાવાઝોડાના કારણે 14 જેટલી ટ્રેન રદ્દ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ ઓખા, વેરાવળ, પોરબંદર, ભૂજ,ભાવનગર અને જામનગર જતી તમામ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. આ તમામ ટ્રેન વાવાઝોડાની અસર પૂર્ણ થયા બાદ ફરીવાર શરૂ કરવામાં આવશે.

વાવાઝોડા ને પગલે એસ ટી બસો ની બે હજારથી વધુ ટ્રીપો રદ કરવામાં આવી છે તો કંટ્રોલ રૂમમાંથી બસ મથકો નું મોનીટરીંગ કરાઈ રહ્યું છે. વાવાઝોડા ને પગલે લોકોનાં જનજીવન ઉપરાંત વાહન વ્યવ્હાર ની સેવા ને પણ અસર થઈ છે..સાવચેતીના પગલાં રૂપે એસ ટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમા દોડતી બસની 2147ટ્રીપ રદ કરવામાં આવી છે તો કેટલાંક રૂટ ટૂંકાવી દેવાયા છે.અમદાવાદ ખાતે આવેલી એસ ટી ની કચેરી ખાતે આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ રુમમાંથી એસરગ્રસ્ત વિસ્તારના બસ મથકો પર નજર રાખવામા આવી રહી છે,વાવાઝોડાને પગલે એસ ટી સેવા ને થયેલી અસર ની વાત કરીએ તો…

  • બુધવારે 1097 ટ્રીપ રદ
  • ગુરુવાર બપોર સુધી2174 ટ્રીપ રદ
  • 281 ટ્રીપ દ્વારા સૌરાષ્ટ્રના યાત્રાધામમા ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે
  • રીઝરેવેશન કેન્સલ કરી સાત લાખ રુપિયાનુ રીફંડ આપવામા આવ્યુ છે
  • લોકોને સ્થળાંતર કરવા માટે કોસ્ટલ એરિયામા કેટલીક બસો ચલાવામા આવી રહી છે, જેની પર જી પી એસ સીસ્ટમથી મોનીટરીંગ કરાઇ રહ્યું છે.
  • ડીઝલનો સ્ટોક કરી દેવામા આવ્યા છે

એસટી તંત્ર દવારા બસો કેન્સલ કરાતા ખોટ કરતી બસો ને વધુ ખોટ જશે.એક અંદાજ મુજબ બે દિવસમા 8 લાખથી વધુની ખોટ જશે.જે લોકોએ રેજેર્વેશન કર્યા હતા તેઓને મેસેજ કરી જાણ કરી દેવામાં આવી છે.તેઓને રિફંડ આપવામાં આપવામા આવ્યા છે

READ ALSO

Related posts

ઠાકોર સેનાના થયા બે ભાગ, રામજી ઠાકોર પાસેથી પ્રમુખ પદ આંચકી લેવાતા સમાજમાં રોષ

Nilesh Jethva

અહો આશ્ચર્યમ! પાક. ક્રિકેટ ટીમનાં કેપ્ટનનાં મામા ભારતની જીત માટે કરે છે દુઆ

Riyaz Parmar

ભાદર ડેમમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવતા લોકોમાં હરખની હેલી છવાઇ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!