GSTV
Home » News » વાયુ વાવાઝોડાના કારણે ધોરાજીમાં પવન સાથે વરસાદ, ખેડૂતોને મોટી રાહત

વાયુ વાવાઝોડાના કારણે ધોરાજીમાં પવન સાથે વરસાદ, ખેડૂતોને મોટી રાહત

વાયુ વાવાઝોડાના કારણે ધોરાજીમાં સવારે પવન સાથે વરસાદ પડ્યો. વરસાદના કારણે ખેડૂતોને મોટી રાહત મળી છે. પરંતુ વાયુ વાવાઝોડાના કારણે ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણામાંથી ૫૦૦ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. ત્યારે ગીર સોમનાથમાં પણ વાયુ વાવાઝોડાની અસર વર્તાઈ છે. જેથી ઉનાના દરિયાઈ વિસ્તારમાં પવન સાથે ભારે વરસાદ પડ્યો. વરસાદના કારણે લોકોને બફારામાંથી રાહત તો મળી પરંતુ કેરીના પાકને વ્યાપક નુકસાન થયુ છે. વાયુ વાવાઝોડાના કારણે માંગરોળ પંથકમાં પવન સાથે ધીમીધારે વરસાદ પડ્યો. વરસાદના કારણે ગરમીથી લોકોને રાહત મળી. ત્યારે ખેતી માટે વાવણીલાયક વરસાદ પડવાના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. ત્યારે વાયુ વાવાઝોડાના કારણે માંગરોળમાં વહીવટી તંત્ર પણ એલર્ટ થયુ છે.

પોરબંદરનો દરિયો ગાંડોતૂર

વાયુ વાવાઝોડના કારણે પોરબંદરમાં દરિયો ગાંડોતૂર બન્યો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા. ત્યારે દરિયા કાંઢાનો ડ્રોનનો નજારો જીએસટીવીના કેમેરામા કેદ થયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, દરિયા કિનારે પવન સાથે ઊંચા મોજા ઉછળી રહ્યા છે.

ખતરો ઓછો થયો

વાયુ વાવાઝોડુ પહેલા વેરાવળમાં ટકરાવાવનું હતું. જોકે તેને દિશા બદલતાં ખતરો ઓછો થયો. પરંતુ વાવાઝોડાની અસર વર્તાઈ છે. વેરાવળમાં ભારે પવન ફૂંકાતા કેટલાક વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયા. તલાળા રોડ પર એક વૃક્ષ ધરાશાઈ થયું. જ્યાં એક બાઈક ચાલકનો વૃક્ષ નીચે દટાતાં બચી ગયો. તાલાલા-જામવાડા હાઇવે રોડ પર ભારે પવનનાં કારણે વૃક્ષો ધરાશાયી થયા. પાલીકાના કર્મચારીઓ આવે તે પહેલા રાહદારીએ જાતે જ વૃક્ષો હટાવવાનો કામગીરી કરી.

માછીમારોએ પોતાની બોટ દરિયા કિનારે લાંગરી

વેરાવળમાં વાયુ વાવાઝોડાના કારણે માછીમારોએ પોતાની બોટને દરિયા કિનારે લાંગરી છે. છેલ્લા બે દિવસથી આ બોટને અહીં સલામત રીતે રાખવામાં આવી છે. ત્યારે જીએસટીવીની ટીમે વેરાવળના દરિયા કિનારે પહોંચી સમગ્ર સ્થિતિ અંગેનો તાગ મેળવ્યો હતો.

READ ALSO

Related posts

RBIનો નવો નિયમ, હવે બેંક દરરોજ તમારા ખાતામાં નાંખશે 100 રૂપિયા

Mansi Patel

દેશની સૌથી મોટી બેંકે આપી ભેટ, પહેલી ઓક્ટોબરથી મળશે સસ્તી લોન

Mansi Patel

વીજળી બિલમાં રેકોર્ડબ્રેક થશે વધારો, મોદી સરકાર લેવા જઈ રહી છે આ નિર્ણય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!