GSTV
Home » News » વાયુ વાવાઝોડાના કારણે વડોદરાની ફાયર વિભાગની ટીમ વેરાવળ જવા રવાના

વાયુ વાવાઝોડાના કારણે વડોદરાની ફાયર વિભાગની ટીમ વેરાવળ જવા રવાના

વાયુ વાવાઝોડાને પગલે વડોદરાની ફાયર બ્રિગેડની ટીમ વેરાવળ જવા રવાના થઈ છે. વડોદરાથી એમ્બ્યુલન્સ અને રેસ્ક્યુ વાહન સહિત ચાર વાહનોમાં 16 ફાયર ફાઈટરો વેરાવળમાં કામગીરી કરશે. જ્યારે ટ્રી કટર, લાઈફ જેકેટ સહિતના સાધનો સાથે બે ટીમો રાતે રવાના થઈ હતી. વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ ફાયરની ટીમ વેરાવળ ગઈ છે.

Vayu hurricane Gujarat

૧૬૦ થી ૧૬૫ની ઝડપે પવન ફુંકાવાની આગાહી

વાયુ વાવાઝોડું જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ ખતરનાક બની રહ્યું છે. ૧૬૦ થી ૧૬૫ની ઝડપે પવન ફુંકાવાની આગાહી છે. વાયુ વાવાઝોડુ રાત્રે આઠ વાગ્યાની આસપાસ ગુજરાતના દક્ષિણ દરિયા કિનારે પહોંચવાની સંભાવના છે. ત્યારે દરિયામાં દોઢથી બે મીટર ઉંચા મોજા ઉછળી શકે છે. ગુજરાતના જામનગર, વલસાડ, અમરેલીના દરિયા કિનારા પર એલર્ટ અપાયું છે.

આર્મી છે તૈનાત

ગીર સોમનાથ જિલ્લાના 40 ગામમાં તંત્ર એલર્ટ પર છે. ભાવનગરના તટીય વિસ્તારોમાં 34 ગામોને એલર્ટ કરાયા છે. આર્મીની 10 કોલમ તૈનાત કરાશે. પોરબંદર, રાજકોટ અમરેલી, ભાવનગરમાં આર્મી તૈનાત કરાશે. ગુજરાતમાં એનડીઆરએફની કુલ 36 ટીમો તૈનાત રહેશે. આર્મી, એનડીઆરએફસ કોસ્ટ ગાર્ડ, ફાયર વિભાગની ટીમ સજ્જ છે.

લોકોને આપવામાં આવી છે આ સૂચના

માછીમારોને દરિયો ન ખેડવા અને સહેલાણીઓને દરિયાકિનારે ન જવા સૂચના અપાઈ છે. સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં બે દિવસ શાળા કોલેજ બંધ રાખવા આદેશ કરાયા છે. વાયુ વાવાઝોડું જ્યારે ગુજરાતમાં ટકરાશે ત્યારે દરિયાઈ વિસ્તારોમાં 8 ઈંચ વરસાદ થવાની સંભાવના છે. રાજ્ય સરકારના વિવિધ પ્રધાનોને વિવિધ જિલ્લાની જવાબદારી સોંપાઈ છે.

Read Also

Related posts

ગુજરાતમાં વગર વરસાદે નર્મદા ડેમની સપાટીમાં થયો આટલો વધારો

Nilesh Jethva

અમદાવાદમાં એક હજારથી વધુ ડોક્ટરોએ આ મામલે રેલી યોજી કલેક્ટરને આવેદન આપ્યું

Nilesh Jethva

દેવગઢબારીયામાં મહિલા પર વીજળી પડતા મોત, પરિવારમાં માતમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!