GSTV
Home » News » વાયુ વાવાઝોડાને પગલે સુત્રાપાડામાં દરિયા કિનારાનાં ઘરોમાં દરિયાના પાણી ભરાયા

વાયુ વાવાઝોડાને પગલે સુત્રાપાડામાં દરિયા કિનારાનાં ઘરોમાં દરિયાના પાણી ભરાયા

સુત્રાપાડાના ધામેજ ગામે 15થી 20 મકાનો દરિયાના મોજાથી ઘેરાઇ ગયા છે. લોકોને સલામત સ્થળે ખસેડાઇ રહ્યા છે. ધીમે ધીમે દરિયાનું સ્તર વધી રહ્યું છે.

બીજી તરફ સુત્રાપાડા તાલુકાના ઘામરેજ બંદર દરિયા કિનારે ભારે પવનને કારણે મકાનની દિવાલો ઘરાશાયી થઈ હતી. કાંઠા વિસ્તારોના મકાનોમાં પાણી ઘૂસ્યા હતા. જો કે કોઈ જાન હાની થઇ નથી. પરંતુ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.

તો આ તરફ માંગરોળના દરિયાના પાણી શેરીયાજબારા ગામમાં ઘુસી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયા છે. દર ચોમાસામા વરસાદી પાણી નદીમાં થઇને દરિયામાં ભળે છે. દરિયા કિનારે પાળો છે પણ આ વખતે દરિયાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં પાળાને તોડી દરિયાઈ પાણી બારા ગામમાં ઘુસી ગયા છે.

વાયુ ચક્રવાતની સૌથી વધુ સંભવિત અસર સૌરાષ્ટ્રમાં થવાની છે જેથી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી રાજકોટ ખાતેના કંટ્રોલ રૂમ પર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા દરેક સ્થિતીમાં લોકોની સાથે ઉભી રહી છે. જેથી લોકોને અપીલ છેકે તેઓ તંત્રને સાથ અને સહકાર આપે અને જો સ્થળાંતરિત થવાની જરૂરીયાત ઉદભવે તો પૂરતો સહયોગ આપશે.

તો મહેસાણાના ઉંઝામાં સામાજીક સંસ્થાઓ અસરગ્રસ્તોની વ્હારે આવીને ફૂડ પેકેટ તૈયાર કરવાના કાર્યમાં લાગી ગઈ છે. ઉમિયા માતાજી સંસ્થા,ઉંજા એપીએમસી તેમજ આર.કે.ગ્રુપ દ્વારા અંદાજે 10 હજાર ફૂડ પેકેટ તૈયાર કરીને પ્રભાવિત વિસ્તારોમાં પહોંચતા કરાશે.

READ ALSO

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!