GSTV
Home » News » આ કારણે પાટણના વર્તમાન સાંસદ લીલાધર વાઘેલાએ દાવેદારી ન કરી

આ કારણે પાટણના વર્તમાન સાંસદ લીલાધર વાઘેલાએ દાવેદારી ન કરી

ગાંધીનગરમાં ચાલતી ભાજપની ચૂંટણી સમિતિની બેઠકમાં આજે સૌ પ્રથમ મહેસાણા અને પાટણ બેઠક પર ચર્ચા પૂર્ણ થઈ છે. પાટણ બેઠક પર વર્તમાન સાંસદ લીલાધર વાઘેલાએ લોકસભા બેઠક માટે દાવેદારી કરી નથી. નાદુરસ્ત તબિયતના કારણે તેઓએ ચૂંટણી નહી લડવા માટેનો નિર્ણય કર્યો હોવાનું મનાય છે.

જોકે તેમ છતાં ચાર ઉમેદવારોના નામ પર પેનલમાં ચર્ચા થઈ છે. જેમાં પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, ધારાસભ્ય ભરતસિંહ ડાભી, પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડ, અને પ્રદેશ ભાજપ પ્રધાન જુગલ ઠાકોરનુ નામ ટિકિટ માટે ચર્ચામાં છે.

આજની બેઠકમાં પાટીદારોના ગઢ ગણાતી આ બેઠકમાં વર્તમાન સાંસદ જયશ્રી પટેલ સહિત ચાર નામનો પેનલમાં સમાવેશ કરાયો છે. રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન રજની પટેલ, ભાજપના મહામંત્રી કે.સી. પટેલ તથા પાટીદાર અગ્રણી સી. કે. પટેલ પણ લોકસભા ટિકિટની રેસમાં જોવા મળી રહ્યા છે.

READ ALSO

Related posts

લાલ કેપ્ટનનું પોસ્ટર રિલીઝ, સૈફનો રોલ જોઈને તમે પણ ચોંકી જશો

Kaushik Bavishi

સામાન્ય માણસ માટેના રાહતનાં સમાચાર, બે દિવસની બેન્કોની ટળી હડતાળ

pratik shah

સુરતમાં હીરા કારખાના માલિકનો આપઘાત, સ્યૂસાઈડ નોટમાં જણાવ્યું આ કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!