Last Updated on January 25, 2021 by Ankita Trada
આજે દરેક લોકો પોતાની જિંદગીમાં વ્યસ્ત છે. સવારે ઉઠતાની સાથે જ આપણે પોતાની ઓફિસ માટે તૈયાર થઈએ છીએ અને ઓફિસમાં જ દિવસભર કામમાં વ્યસ્ત રહે છે. એવામાં સ્ટ્રેસ અને થાક આપણી લાઈફ સ્ટાઈલ પર હાવી થઈ જાય છે. જેની સીધી અસર આપણા ર્હદય પર પડે છે. ભારતમાં દિલની બીમારીથી થનાર મોતની સંખ્યામાં તેજીથી વધારો ચિંતાનો વિષય છે. આખતરો ખાસ કરીને યંગ એડલ્ટ્સમાં જોવા મળી રહ્યો છે. જે ઓફિસમાં દિવસભર વ્યસ્ત રહે છે. તેના કારણે સ્ટ્રેસ અને ડિપ્રેશન જણાવવામાં આવી રહી છે. તમને અહીંયા કેટલીક એવી આદતો જણાવે છે, જેના કારણે તમારુ દિલ બીમાર થઈ રહ્યું છે.
કેન્ટીનના ફાસ્ટ ફૂડ
બ્રેકટાઈમને સેલીબ્રેટ કરવા માટે આપણે ખાવા-પીવા માગીએ છીએ. સમય બચાવવા માટે કેન્ટીનની ફાસ્ટ ફૂડને અમે મજાથી ખાઈ લઈએ છે, પરંતુ એ નથી વિચારતા કે, આ અમારા સ્વાસ્થ્ય માટે કેટલું ખરાબ છે. તેનાથી બચવા માટે તમે પોતાની સાથે લંચ બોક્સ કેરી કરી શકે છે. તેમાં ઓટ્સ, નટ્સ અથવા ફ્રૂટ વગેરે રાખી શકો છો. કોશિશ કરીએ તો, દરરોજ 10 ગ્રામ ફાયબર જરૂર લો. તેનાથી તમે ર્હદયના પ્રોબ્લેમને 19 ટકા સુધી ઓછુ કરી શકે છે.

એક જગ્યાએ બેસેલ રહેવું
ઓફિસમાં હંમેશા બેસીને ન રહો. ઓફિસમાં હંમેશા બેસેલ રહેવાથી હાર્ટ પર ખરાબ અસર પડે છે. તેથી વચ્ચે-વચ્ચે ચાલતા રહેવાની તક શોધતા રહીએ છીએ. થોડી-થોડી વારમાં બ્રેક લો અને અહીંયા વોક કરો. લિફ્ટની જગ્યાએ દાદરનો વપરાશ કરો. ગાડી થોડી દૂર પાર્ક કરો અને પગેથી ચાલો.
નેગેટિવિટીથી રહોં દૂર
નેગેટિવ વિચારવાળા લોકોથી અંતર બનાવો. ખુદ પણ દરેક વાતમાં પોઝિટિવિટી કાઢો. આવુ કરવાથી તમે કામને લઈને ઉર્જાથી ભરપૂર તો રહેશો જ તમારું સ્વાસ્થ્ય પણ ઠીક રહેશે. એક રિસર્ચ પ્રમાણે, નેગેટિવ વિચાર રાખનાર પ્રમાણે પોઝિટિવ વિચારવાળા ડાયાબિટિસ, હાઈ બીપી, કોલેસ્ટ્રોલ અને અવસાદગ્રસ્ત હોવાના કેસમાં ઓછા મળી આવ્યા.
સારા મિત્રોનો અભાવ
ઓફિસમાં પરસ્પર સ્પર્ધાના કારણથી મિત્રો ભાગ્યે જ હોય છે, પરંતુ એ સાચું નથી. જો તમારી આસપાસ કેટલાક સારા મિત્રો જોતા રહેશો તો તમને સ્ટ્રેસ દૂર રાખવામાં મદદ મળશે. તેથી મિત્ર દરેક જગ્યાએ બનાવો.
READ ALSO
- ન્યૂ ઈન્ડિયાની તસ્વીર: માસ્ક ન પહેરતા લોકો માટે મિસાલ, પૈસા નહોતા તો પક્ષીનો માળો મોં પર લગાવીને પેન્શન લેવા પહોંચ્યા વૃદ્ધ
- Long Covid/ કોરોનાની રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ આ સંકેતોની અવગણના ન કરો, 2-3 મહિના સુધી રહેશે લક્ષણ
- મહામારી/ કોરોના વાયરસના લક્ષણોના કારણે 25 ટકા ફેફસા થઇ રહ્યા છે ડેમેજ, આ બાબતો તમારા માટે જાણવી છે ખૂબ જ જરૂરી
- સરકારની સાંઠગાંઠ: કોડીનાર અંબુજા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં રેપિડ ટેસ્ટના નામે થાય છે ઉઘાડી લૂંટ
- કામનું/ માત્ર 10 મિનિટમાં ઘરે બેઠા મેળવી શકો છો PAN Card, આ સ્ટેપને કરવા પડશે ફોલો
