GSTV

આ 5 કારણોથી કારની માઇલેજ થઇ જાય છે ઓછી , ક્યાંક તમે પણ આવી ભૂલો નથી કરતાં ને?

ડ્રાઈવિંગ

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધતી-ઘટતી રહે છે. સાથે જ રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા પણ સતત વધતી જઇ રહી છે, તેવામાં વાહનોમાં ફ્યૂલનો વપરાશ વધી જાય છે. પરંતુ આ છતાં ઘણા  લોકો એવા છે જે ખોટી રીતે ગાડી ચલાવે છે અને ફ્યૂલનો વપરાશ વધારી દે છે. તેવામાં અમે તમને જણાવવા જઇ રહ્યાં છે એ 5 કારણ જે તમારી ગાડીની માઇલેજમાં બ્રેક લગાવી દે છે.

ખરાબ સર્વિસ પણ કરે છે માઇલેજ પર અસર

મોટાભાગે લોકો રૂપિયા બચાવવાના ચક્કરમાં લોકલ જગ્યાએ પોતાની ગાડીની સર્વિસ કરાવે છે, સાથે જ સસ્તા અને લોકલ પાર્ટ્સ પણ નખાવે છે, જે આગળ જતાં ઘણા નુકસાનકારક સાબિત થાય છે. તેથી જ યોગ્ય જગ્યાએ સર્વિસ કરાવો અને કોઇપણ સર્વિસ મિસ ન કરો.

એક્સ્ટ્રા સામાન ન મુકો

લોકો પોતાની ગાડીમાં જરૂરિયાત કરતાં વધુ સામાન રાખે છે જેના કારણે ગાડીનું વજન વધી જાય છે. તેવામાં એન્જિને વધુ તાકાત લગાવવી પડે છે જેના કારણે ફ્યૂલનો વધુ વપરાશ થાય છે. તેથી પોતાની ગાડીમાં એટલો જ સામાન મુકો જેટલાની તમારે જરૂર છે.

વારંવાર ક્લચનો ઉપયોગ ના કરો

ગાડી ચલાવતી વખતે વારંવાર ક્લચનો ઉપયોગ ફ્યૂલનો વપરાશ વધારે છે અને સાથે જ ક્લચ પ્લેટ્સને પણ ભારે નુકસાન પહોંચે છે. તેથી જ્યારે જરૂર પડે ત્યારે જ ક્લચનો ઉપયોગ કરો. આ ઉપરાંત ડ્રાઇવ દરમિયાન એક્સિલરેટર પેડલને આરામથી દબાવો, આમ કરવાથી તમારી ગાડીમાં ફ્યૂલનો વપરાશ ઓછો થશે.

ટાયર્સમાં હવાનું ઓછુ પ્રેશર છે મોટુ કારણ

જો તમે તમારી ગાડીના ટાયર્સમાં રેગ્યુલર એર પ્રેશનર નથી રાખતા તો તે ઓછી માઇલેજનું એક મોટુ કારણ હોઇ શકે છે. તેથી અઠવાડિયામાં બે વાર ટાયર પ્રેશર ચેક કરાવો. તેનાથી ગાડીની માઇલેજ સારી રહેશે.

લોઅર ગેરમાં ગાડી ચલાવવી નુકસાનકારક

ગાડી ચલાવતી વખતે લોઅર ગેરમાં આવવુ પડે તો એક્સિલરેટર બિલકુલ ના દબાવો કારણ કે આમ કરવાથી ફ્યૂલનો વપરાશ વધી જાય છે અને માઇલેજ ઘટી જાય છે. જો તમે પણ તમારી કારની માઇલેજમાં વધારો કરવા માગતા હોવ તો આજથી જ આ વાતોને ધ્યાનમાં રાખો, તમને સારુ પરિણામ મળશે.

Read Also

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva

શિયાળામાં હવે નહીં થાય હોઠ ફાટવાની તકલીફ, બસ આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!