GSTV
Home » News » વાયુ વાવાઝોડાના કારણે તંત્ર એક્શન મોડમાં, જવાહર ચાવડા જૂનાગઢ ડિઝાસ્ટર કચેરીએ પહોંચ્યા

વાયુ વાવાઝોડાના કારણે તંત્ર એક્શન મોડમાં, જવાહર ચાવડા જૂનાગઢ ડિઝાસ્ટર કચેરીએ પહોંચ્યા

વાયુ વાવાઝોડાના કારણે રાજયનું સમગ્ર તંત્ર એકશન મોડમાં આવી ગયું છે. પ્રવાસન મંત્રી જવાહર ચાવડા જુનાગઢની ડિઝાસ્ટર કચેરીએ પહોંચ્યા હતા. અને સમગ્ર સ્થિતિ સહિત તંત્ર દ્વારા કરાયેલ તૈયારીઓની સમીક્ષા કરી હતી. ચાવડાએ કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે મિટીંગ પણ કરી હતી અને સમગ્ર સ્ટાફને જરૂરી સુચનાઓ આપી હતી.

ઉનાના 50 ગામોનું સ્થાળાંતરણ

વાયુ વાવાઝોડાને કારણે ઊનાના 50 ગામના 6665 લોકોનું સ્થળાંતર કરવાની તૈયારી કરવામાં આ છે. લોક સ્થળાંતર કરવાનો ઈન્કાર કરે તો પોલીસ કાફલાને સાથે રાખીને સ્થળાંતર કરાવાશે. ઉનામાં એનડીઆરએફની વધુ એક ટીમ બપોર સુધીમાં પહોંચશે. ગીર સોમનાથ જિલ્લામાં એનડીઆરએફની ત્રણ ટીમ તૈનાત રહેશે. મહુવાથી કચ્છ સુધી વાયુ વાવાઝોડાની અસર વર્તાશે.

સૌરાષ્ટ્રના સાતથી વધુ જિલ્લાને અસર કરશે. વાવાઝોડાના એલર્ટને લઈને મામલતદાર કાંઠાના ગામોમાં પહોંચ્યા છે. ઉના પાસે જ વાવાઝોડુ ત્રાટકવાનું છે. પરંતુ હજુ સુધી ફૂડ પેકેટની વ્યવસ્થા કર નથી. જરૂર પડ્યે સામાજિક સંસ્થાને કહી આપવાની વાત કરી હતી. તો કોડિનારના માઢવાડ બંદર પાસે લોકોના સ્થળાંતર કરવાની કામગીરી શરૂ થઈ છે.

Read Also

Related posts

જીગ્નેશ મેવાણીને મળેલી મોતની ધમકીના 9 દિવસ થવા છતા કોઈ કાર્યવાહી ન થતા વિધાનસભામાં રજૂઆત

Nilesh Jethva

ખેડબ્રહ્મામા અને પાટણમાં લાંબા સમયબાદ મેઘરાજાની પધરામણી થતા ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

અમદાવાદની કર્ણાવતી ક્લબના પૂર્વ સેક્રેટરીની કાર પર અજાણ્યા શખ્સોએ હુમલો કરતા ચકચાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!