GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

વાયુ ચક્રવાતને કારણે તંત્ર થયું સાબદુ, નીચાણ વાળા વિસ્તારોમાંથી લોકોનું કરાયું સ્થળાંતર

માંગરોળ તાલુકાના શેરીયાજ બારા ગામે 400 ઘરોના લોકોનું સ્થળાંતર કરાવાયુ… માંગરોળ દરિયા કિનારાથી પાંચ કિલોમીટર સુધીનાં વિસ્તારનાં નિવાસીઓનું સ્થળાંતર કરાવ્યુ હતું…જેમાં એસ ટી બસ દ્વારા તમામ લોકોને શારદગ્રામ ખાતે ખસેડવામાં આવ્યા હતાતો દિવમાં દરિયાકિનારાના ગામો તેમજ નીચાણવાળા વિસ્તારના લોકોનુ સ્થળાંતર કરાયુ છે.

દિવના દરિયામાં ભારે મોજાના કારણે અગમચેતીના ભાગરૂપે સ્થળાંતરિત પ્રકિયા કરાઇ હતી.તો ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે દરીયા કાંઠે વસતા પરિવારોનું તાત્કાલીક સ્થળાંતર કરાયું…

ઘોઘાનાં દરિયા કિનારે આવેલી પ્રોટેક્શન દીવાલ તૂટેલી હોય દરિયાનું પાણી ગામમાં ઘૂસી જાય તેવી સંભાવના હોવાથી લોકોની સલામતીને ધ્યાને લઇને સ્થળાંતર કરાયુ હતું.

આ તમામ લોકોને ઘોઘાની જુમ્મા મસ્જીદમાં સ્થળાંતરીત કરાયા છે.તો જાફરાબાદના નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોનુ સ્થળાંતર હાથ ધરવામાં આવ્યુ.. તંત્ર અને સ્થાનિક આગેવાનો દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા…જેમાં પીપળી કાંઠા વિસ્તારમાંથી અંદાજે આઠ હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરાયું…જામનગર જિલ્લામાં દરિયાકાંઠા વિસ્તારના અંદાજે ૧૩,૯૦૦ જેટલા લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરીત કરાયા..

તો બીજી તરફ સરમત ગામમાં કુલ અઢીસો જેટલા લોકોને સરકારી શાળામાં સુરક્ષિત રીતે સ્થળાંતર કરવાની કાર્યવાહી કરાઇ હતી..દ્વારકાના રૂપેણ બંદર પાસેનાં માછીમારો અને સ્થાનિકોને ખસેડવાની કાર્યવાઇ હાથ ધરાઇ…તમામ લોકોને સલામતી માટે એક સ્કૂલ ખાતે ખસેડવામાં આવ્યા હતા..

રૂપેણ બંદર ખાતે 20 હજારથી વધુ લોકો દરિયા કિનારે વસવાટ કરે છે તેમની સલામતી માટે તંત્રએ કામગીરી હાથ ધરી હતી.

READ ALSO

Related posts

રશિયન કોરોના વેક્સિનનું સામે આવ્યું સત્ય : ફક્ત 38 લોકો પર ટેસ્ટ, ઘણી થાય છે સાઈડ ઈફેક્ટ

Karan

સરકારી બેંકોને જલ્દી મળી શકે છે નવરત્ન અને મહારત્નનો દરજ્જો, કર્મચારીઓને મોટો લાભ

pratik shah

ચોમાસામાં પુલ પર પાણી ફરી વળતા લોકો હેરાન પરેશાન, વહીવટી તંત્રને કરી વારંવાર રજુઆત છતાં પરિણામ શૂન્ય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!