GSTV
Home » News » ન્યૂઝીલેન્ડમાં ભારે વરસાદના કારણે પાણીમાં પુલ તણાઈ ગયો

ન્યૂઝીલેન્ડમાં ભારે વરસાદના કારણે પાણીમાં પુલ તણાઈ ગયો

ન્યૂઝીલેન્ડના સાઉથ ટાપુમાં ભારે વરસાદ પડ્યો. જેથી નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયુ. પૂરના કારણે નદી પર બાંધવામાં આવેલો પુલ પણ પાણીમાં તણાઈ ગયો. સાઉટ ટાપુ પર સતત બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેથી અહીં પૂર આવ્યુ છે.

ત્યારે આ મામલે વેસ્ટલેન્ડ ડિસ્ટ્રીક કાઉન્સિલના અધિકારી સીમોને જણાવ્યુ કે, વરસાદ અને પૂરના કારણે સાઉથ ટાપુમાં નુકસાન થયુ છે. વરસાદ બાદ અનેક લોકોને સલામત સ્થળે પણ ખસેડવામાં આવ્યા છે. જ્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સાઉથ ટાપુમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ પડી શકે છે. જેથી વહીવટી તંત્રને એલર્ટ કરવામાં આવ્યુ છે.

READ ALSO

Related posts

ડભોઇ : યુવકે પરિણીત યુવતીનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ, યુવતીની હાલત ગંભીર

Nilesh Jethva

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુએઇના સર્વોચ્ચ નાગરીક સન્માન ‘ઓર્ડર ઓફ જાયદ’થી સન્માનિત કરાશે

Kaushik Bavishi

કુદરતી આફતોમાં લોકોને બચાવવા એરફોર્સના જવાનો બને છે દેવદૂત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!