GSTV
Home » News » છોટાઉદ્દેપુરની ”સુખી” યોજના કેમ ખેડૂતો માટે બની છે ”દુખી” યોજના?

છોટાઉદ્દેપુરની ”સુખી” યોજના કેમ ખેડૂતો માટે બની છે ”દુખી” યોજના?

છોટાઉદેપુર જિલ્લાના ચાર તાલુકામાં પાણી પુરુ પાડતી સુખી કેનાલ જર્જરીત બનતા ખેડૂતોને પાણી મળતુ બંધ થયુ છે. કેનાલની દયનીય સ્થિતિના કારણે ખેડૂતોના ખેતર પાણી વગર સુકાઈ ગયા છે. ત્યારે ખેડૂતો પાણી આપવાની માગ કરી રહ્યાં છે.

છોટાઉદેપુર જિલ્લાના સુખી ડેમમાંથી ખેડૂતોને સુખી યોજનાની કેનાલ મારફતે પાણી પુરૂ પાડવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે ખેડૂતોને પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિ છે. સુખી કેનાલની સ્થિતિ દયનીય છે. કેનાલમાં ઝાડી જાખરાનું સામ્રાજ્ય છે. જેથી ખેડૂતોને પાણી મળશે કે કેમ તે ચિંતાનો વિષય બન્યો છે.

ચોમાસુ નબળુ હોવાથી ડેમમાં 63 ટકા પાણી ભરાયુ છે. તો બીજી તરફ કેનલામાં સારકામનો પણ અભાવ છે. ત્યારે સ્થાનિક અધિકારીઓ ખેડૂતોને પાણી આપવામાં આવ્યુ હોવાનું રટણ કરી રહ્યાં છે.

અધિકારીઓના દાવા વચ્ચે છેલ્લા પાંચ માસથી ખેડૂતોને કેનાલમાંથી પાણી મળ્યુ નથી. જેથી જીવ કકળી ઉઠ્યો છે. ત્યારે ખેડૂતો પાણી આપવાની માગ કરી રહ્યાં છે.

 

Related posts

નમસ્તે ટ્રમ્પ: ‘હિસાબ’ની સ્થિતિ વધુ ગૂંચવાઈ, આગેવાનો સ્પષ્ટ જવાબ આપવાથી દૂર રહેવા માંડ્યા

Arohi

ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત યાત્રાની તૈયારીઓનો સંપૂર્ણ ખર્ચ કોણ ભોગવશે? ખુદ મુખ્યમંત્રીએ સસ્પેન્સ પરથી ઉઠાવ્યો પડદો

Arohi

રસ્તો ઓળંગતા બે બાળકોને કારે ટક્કર મારતા એકનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!