GSTV

મજબૂરી/કેરીના યોગ્ય ભાવ ના મળતા ખેડૂતો રોષે ભરાયા, અનેક ક્વિંટલ કેરીઓ રસ્તા પર ફેંકી દીધી

કેરી

Last Updated on June 28, 2021 by Bansari

ઘણા એવા પાક, ફળો અને શાકભાજી છે કે જેનો ખેડૂતોને ટેકાનો કે યોગ્ય ભાવ નથી મળી રહ્યો. આવા જ એક ફળમાં કેરીનો સમાવેશ થાય છે. કેરીના ભાવ યોગ્ય ન મળતા નારાજ ખેડૂતો તેને રસ્તા પર ફેકી રહ્યા છે. કર્ણાટકના કોલાર જિલ્લામાં ઉત્પાદકોએ અનેક ક્વિંટલ કેરી રોડ પર ફેંકી દીધી હતી.

કેરી

કર્ણાટકમાં ખેડૂતોએ સરકાર પ્રત્યે રોષ ઠાલવ્યો

કર્ણાટકમાં કેરીનો ભાવ યોગ્ય ન મળતા નારાજ વેપારીઓ અને ખેડૂતો તેને રસ્તા પર ફેકીને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. કોલાર જિલ્લા કેરી ઉત્પાદક સંઘના પ્રમુખ નીલાતુરૂ તિનપ્પા રેડ્ડીએ કહ્યું હતું કે આ ભયંકર નુકસાનને કારણે કેરીના ઉત્પાદકો સંકટમાં છે. સરકાર તરફથી કોઇ જ સહાયતા નથી મળી રહી. ખેડૂતોએ કેરીને જિલ્લાના શ્રીનિવાસપુરામાં રસ્તા પર અનેક કીલો કેરી ફેકી દીધી હતી.

કેરી

નુકસાન બદલ પ્રતિ હેક્ટર 50 હજાર રૂપિયાનું વળતર આપવા ખેડૂતો, સંગઠનોની રાજ્ય સરકાર પાસે માગણી

રેડ્ડીએ જણાવ્યું હતું કે આ વર્ષે કેરીના ઉત્પાદન પર ત્રગણો માર પડયો છે. કેમ કે સમય વગર વરસાદ પડયો છે. જેને પગલે કેરીમાં અનેક પ્રકારના રોગ અને જીવાત પણ જોવા મળી રહી છે. હાલ કેરીમાં એંથ્રેક્નોજ ફંગસ સંક્રમણ થઇ રહ્યું છે. ઉપરથી કેરીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. જેને પગલે ખેડૂતો અને વેપારીઓને ત્રણગણો માર સહન કરવો પડી રહ્યો છે.

એક સમયે કેરીના ભાવ આસમાને હતા, જોકે હવે તેના ભાવમાં મોટો ઘટાડો થઇ ગયો છે. કર્ણાટક જેવી જ અસર અન્ય રાજ્યોમાં પણ જોવા મળી રહી છે. બીજી તરફ કેરી ઉત્પાદન અને વેચાણ સંઘ સાથે જોડાયેલા સંગઠનો રાજ્ય સરકાર પાસેથી પ્રતિ હેક્ટર 50 હજાર રૂપિયાના વળતરની માગણી કરી રહ્યા છે.

Read Also

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!