GSTV

દિલ્હીમાં ધૂળની ચાદર સાથે પ્રદૂષણ વધવા પાછળ પડોશી રાજ્ય જવાબદાર

Last Updated on June 14, 2018 by Karan

રાજસ્થાનના બિકાનેરમાં ધૂળિયા વાતાવરણને કારણે સામાન્ય જનજીવન ખોરવાયું છે. રાજસ્થાનના રણવિસ્તારની આસપાસના ઘણા ભાગોમાં ધૂળિયું વાતાવરણ જોવા મળ્યું છે. રાજસ્થાનની ધૂળ રાજસ્થાનના સ્થાને દિલ્હી-એનસીઆરને પ્રદૂષિત કરી રહી છે. સીપીસીબી અને અન્ય પ્રદૂષણ કંટ્રોલ એજન્સીઓ હાલ દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણનું કારણ રાજસ્થાનની ધૂળને માની રહી છે. રાજસ્થાનની આંધીના કારણે પવનની સાથે અહીંથી ધૂળ દિલ્હી પહોંચી રહી છે. પરંતુ એર ઈન્ડેક્સની વાત કરીએ તો ધૂળ હોવા છતાં રાજસ્થાનમાં હાલ દિલ્હી અને એનસીઆર કરતા ઓછું પ્રદૂષણ છે.

રાજસ્થાનના ઘણાં શહેરોમાં એર ઈન્ડેક્સ 200થી પણ નીચે છે. દિલ્હી અને એનસીઆરમાં સોમવારથી જ ધૂળની ચાદરની સ્થિતિ જોવા મળી રહી છે. ગ્રેપ પ્રમાણે 16 કલાકતી પીએમ 10નું સ્તર ઈમરજન્સીથી વધારે ચાલી રહ્યું છે. જાણકારો પ્રમાણે.. નિશ્ચિતપણે રાજસ્થાનની ધૂણ સિવાય સ્થાનિક કારણોને કારણે પણ પ્રદૂષણ વધ્યું છે. હાલ દિલ્હીમાં સાત હજારથી પંદર હજાર ફૂટની ઊંચાઈ સુધી ધૂળની ચાદર જોવા મળી છે.

દિલ્હીનો એર ઈન્ડેક્સ 445

સીપીસીબીના એર બુલેટિન પ્રમાણે.. દિલ્હીનો એર ઈન્ડેક્સ 445, ભિવાડીનો 483, ફરીદાબાદનો 287, ગ્રેટર નોઈડાનો 500, ગુરુગ્રામનો 488, ગાઝિયાબાદનો 353 એર ઈન્ડેક્સ નોંધાયો છે. પરંતુ રાજસ્થાનની વાત કરીએ તો જયપુરનો એર ઈન્ડેક્સ 306, જોધપુરનો 420, અલવરનો 165, અજમેરનો 151 અને ઉદયપુરનો 155 એર ઈન્ડેક્સ જોવા મળ્યો છે.

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!