GSTV
Home » News » ગયા વર્ષે દુષ્કાળના કારણે, આ વર્ષે તીડના કારણે, ખેડૂતો ભગવાન ભરોસે

ગયા વર્ષે દુષ્કાળના કારણે, આ વર્ષે તીડના કારણે, ખેડૂતો ભગવાન ભરોસે

બનાસકાંઠાના ખેડૂતોની હાલત ગત્ત વર્ષે દુષ્કાળે બદતર કરી હતી તો આ વર્ષે તીડના ત્રાસના કારણે ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે. કૃષિ પ્રધાનને મરેલા તીડ બતાવીને સ્થાનિક તંત્રએ પોતાનો બચાવ કર્યો હતો પરંતુ હકિકત ઘણી જ ભયાનક છે. ખેતરમાં ઉડી રહેલા આ તીડને જુઓ. કદાચ જમીન દેખાવી પણ મુશ્કેલ બની જશે. ખેતરમાં જે પાક છે તેનાથી અનેક હજાર ગણા તીડે આક્રમણ કર્યુ છે. આ તીડના કારણે ખેડૂતોને તેમનો પાક ખતમ થઇ જવાની દહેશત વ્યાપી ગઇ છે તેથી ખેડૂતો બસ એક જ માંગ કરી રહ્યાં છેકે સરકાર અમને આ તીડના ત્રાસથી બચાવે.

તીડના ત્રાસનો પ્રશ્ન ચર્ચાયા બાદ કૃષિમંત્રી આર સી ફળદુ.એ વાવ તેમજ સુઇગામ વિસ્તારની મોડી રાત્રે ઊડતી મુલાકાત લીધી હતી. ત્યારે તંત્રએ કૃષિમંત્રીને મરેલા તીડ બતાવી પોતાનો બચાવ કર્યો હતો પરંતુ ખેડૂતોને સાંભળ્યા ન હતા. ત્યારે હાલમાં સ્થિતી એવી છે કે સરહદી વિસ્તાર વાવ, સુઇગામ તાલુકાના છેવાડાના ગામો નાલોદર અસારા લોદ્રાણી ઉપરાંત મેઘપુરા ભરડવા સુઇગામ, જલોયા જેવા ગામોમાં તીડના ટોળે ટોળા ઉમટી પડયા છે. વાવના અસારા ગામની સીમમાં અતિભારે તીડ ત્રાસને ડામવા તંત્ર દ્વારા અલગ અલગ વિસ્તારમાં દવા છાંટી સંતોષ માની લીધો પરંતુ સમલી વિસ્તારમાં મોટા પ્રમાણમાં તીડે આક્રમણ કરતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

READ ALSO

Related posts

આંખના પલકારે બિલ્ડિંગ હતી ન હતી થઈ ગઈ, જુઓ મુંબઈની ઘટનાની તસ્વીરો

Arohi

પાનનું પત્તું છે કારગર ઔષધ, અંદર વપરાતી વસ્તુઓ પણ મટાડે છે ઘણા અસાધ્ય રોગો

NIsha Patel

મજા બની સજા: કાંકરિયા દુર્ઘટનામાં ઘાયલ યુવાનનો પગ કાપવો પડ્યો, મોટાભાગના દર્દીઓને કરોડરજ્જુમાં ઈજા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!