GSTV

દિલ્હીમાં મુસિબત બન્યો મૂશળધાર વરસાદ : રસ્તાઅો પાણીમાં ડૂબ્યા

દિલ્હી-એનસીઆરની ગતિ પર સવારે ભારે વરસાદે બ્રેક લગાવી છે. વરસાદ બાદ ઘણાં વિસ્તારોમાં સડકો પર જળભરાવની સ્થિતિ પેદા થઈ છે. જેના કારણે દિલ્હી-એનસીઆરના ઘણાં વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ પેદા થઈ હતી. યમુના બજાર વિસ્તારમાં એક બસ પાણીમાં ફસાઈ હતી. બસમાં સવાર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. દિલ્હીના કેન્દ્રીય સચિવાલય વિસ્તાર, મંડી હાઉસ, ઈન્ડિયા ગેટ લુટિયન્સ ઝોનની આસપાસની સડકો પણ જળમગ્ન થઈ છે. મંડી હાઉસ મેટ્રો સ્ટેશનની આસપાસના વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. વિકાસ માર્ગ, દિલ્હી પોલીસના મુખ્યમથકની સામેની સડકો પર પણ પાણી ભરાયા છે. નેશનલ હાઈવે-24 પર પણ વાહનોનાના આવાગમન ભારે વરસાદને કારણે બાધિય થયા છે.

મહરોલી-બદરપુર રોડ પર લાલકુઆં નજીકની સડકો પાણીથી જળબંબાકાર થઈ ચુકી છે. જેના કાણે લાંબો ટ્રાફિક જામ લાગ્યો છે. જ્યારે એમ. બી. રોડ પર બેથી ત્રણ ફૂટ પાણી ભરાયા છે અને તેને કારણે અહીં પણ ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ચુકી છે. આવા પ્રકારની જ તસવીરો ઓખલા એસ્ટેટ માર્ગ પર પણ જોવા મળી છે. અહીં બે કિલોમીટર લાંબા ટ્રાફિક જામને કારણે લોકો ઘણાં લાંબા સમયથી ફસાયેલા છે. સાઉથ દિલ્હીના એમ્સ, માલવીય નગર, ગ્રીન પાર્ક, હૌજે ખાસ સહીતના વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ છે. તો વેસ્ટ દિલ્હીના પંજાબી બાગ, ઉત્તમ નગર, વિકાસપુરી અને રાજૌરી ગાર્ડનમાં પણ પરિસ્થિતિ ઘણી ખરાબ છે.

ભારે વરસાદને કારણે દિલ્હીના મુથરા રોડ, શેરશાહ રોડ, મથુરા રોડ-ભૈરોં રોડ, મહર્ષિ રમન રોડ, તીનમૂર્તિ રોડ, હનુમાન સેતુ, રાજેન્દ્ર પ્રસાદ રોડ, અજમેરી ગેટ, જીટી કરનાલ રોડ, મિંટો રોડ, પંચકુઈઆ રોડ, ખજૂરી ચોક-વજીરાબાદ રોડ, યમુના માર્ગ અને આઈપી માર્ગ-આઈટીઓના માર્ગ પર જવાનું ટાળવાનાનું કહેવામાં આવ્યું છે.

  • દિલ્હી માટે મૂશળધાર વરસાદ બન્યો મુસિબત
  • ઠેરઠેર જળભરાવને પગલે ટ્રાફિક જામ
  • સચિવાલય અાસપાસ પણ ભરાયા પાણી

Related posts

આજના દિવસમાં 10 નવા કેસ સાથે ગુજરાતમાં કોરોનાનો આંકડો બન્યો ચિંતાજનક

Pravin Makwana

કોરોના : કેન્દ્ર સરકારે ગુજરાતની આ કંપનીને આપ્યો કરોડો ટેબલેટ બનાવવાનો ઓર્ડર

Nilesh Jethva

મંદીનાં માહોલ વચ્ચે શેર માર્કેટમાં તેજીનો કરન્ટ, આ કારણે ભારતને થયો ફાયદો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!