સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા ડેમમાં પણ પાણીની આવક ઘટી છે. ત્યારે જુલાઈ 2017 કરતા આ વર્ષે જુલાઈ 2018માં નર્મદા ડેમની જળ સપાટી સાત મીટર કરતા ઓછી છે. જે ચિંતાનો વિષય છે. નર્મદા ડેમની જળ સપાટી ત્યારે જ વધે જયારે ડેમના કેચમેન્ટ એરિયા મધ્યપ્રદેશમાં સારો વરસાદ પડે, પરંતુ આ વર્ષે વરસાદ શરૂઆતમાં વધારે થયો હતો. પણ હાલમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. ગયા વર્ષે નર્મદા ડેમની જળ સપાટી જુલાઈના અંતમાં 119.89 મીટર હતી. ત્યારે આ વર્ષે હજુ જળ સપાટી 111.65 મીટર સુધી જ પહોંચી છે. એટલે કે આ વખતે નર્મદા ડેમની જળ સપાટી સવા સાત મીટર જેટલી ઓછી છે.