GSTV
Home » News » આજે જ ફુલ કરાવી લો વ્હીકલની ટાંકી, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઝીંકાશે આટલા રૂપિયાનો વધારો

આજે જ ફુલ કરાવી લો વ્હીકલની ટાંકી, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઝીંકાશે આટલા રૂપિયાનો વધારો

ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળી ગરીબોને રડાવી રહી છે ત્યારે આ વચ્ચે હવે સામાન્ય લોકોને વધુ એક ઝટકો લાગી શકે છે. અમે તમને પહેલાં જ જણાવ્યું હતું કે પામ ઑઇલના કારણે ખાદ્ય તેલની કિંમતોમાં તેજી જોવા મળી શકે છે. તેવામાં હવે જાણવા મળી રહ્યું છે કે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરનારા દેશોના સમૂહ ઓપેકે પ્રોડક્શન ઘટાડવાનો નિર્ણય લીધો છે.

5 લાખ બેરલ પ્રતિદિવસ પ્રોડ્ક્શન ઘટાડશે ઓપેક

તમામ સભ્યોની બેઠકમાં ઓપેરે નિર્ણય લીધો છે કે 5 લાખ બેરલ પ્રતિદિવસ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ઘટાડશે. ઓપેક દેશોએ આ નિર્ણય ક્રૂડ ઓઇલના ભાવમાં સતત નરમાશને જોતા લીધો છે. સાથે જ ડોલરની સરખામણીમાં રૂપિયાનો ભાવ અને ઓપેકનો આ નિર્ણય સામાન્ય લોકોની ચિંતા વધારી શકે છે.

આટલા રૂપિયા મોંઘા થઇ શકે છે પેટ્રોલ-ડીઝલ

ઓપેકના આ નિર્ણય બાદ જો ક્રૂડ ઓઇલના ભાવમાં આશરે 4 ડોલર પ્રતિ બેરલ સુધીનો વધારો થઇ શકે છે અને ડોલરની સરખામણીએ રૂપિયામાં પણ વધારે ઉતાર-ચડાવ જોવા મળી શકે છે. તેવામાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પર અસર પડી શકે છે. તેનાથી દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં આશરે 2 રૂપિયા પ્રતિ લીટર સુધીની અસર પડી શકે છે.

અમેરિકા વધારશે ઉત્પાદન

ઓપેક દેશો દ્વારા પ્રોડક્શનમાં ઘટાડો કરવામાં આવ્યાં બાદ પણ અમેરિકાએ પહેલાં જ ઘોષણા કરી છે કે વર્ષ 2020માં તે પ્રોડક્શન વધારશે. તેવામાં ક્રૂડ ઓઇલના ભાવમાં ખાસ અસર જોવા નહી મળે. ભૂ-રાજકીય અસ્થિરતા વધે તો તેનાથી પણ ક્રૂડ ઓઇલના ભાવ પર અસર પડી શકે છે.

Read Also

Related posts

શબાના આઝમીના ડ્રાઇવર વિરુદ્ધ કેસ, ટ્રક ડ્રાઇવરે લગાવ્યા ગંભીર આરોપ

Bansari

ગમખ્વાર રવિવાર : અમદાવાદ લીંબડી હાઈવે પર અકસ્માતમાં પાંચના મોત, તો બગોદરા હાઈવે પર ડમ્પરે ત્રણના ભોગ લીધા

Mayur

IND vs AUS: ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ખરાખરીનો જંગ, વિરાટ સેના માટે ‘કરો યા મરો’ની સ્થિતિ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!