GSTV

કોલ્ડવેવમાં આ શહેરની શાળાઓ 30 મીનિટ મોડી ખૂલશે, સરકારે લીધો મોટો નિર્ણય

તાજેતરના સમયગાળામાં તાપમાનમાં થયેલા ફેરફારના કારણે વધુ પડતી ઠંડીને પગલે સવારમાં સ્કૂલ આવતાં બાળકો ઠંડીમાં ઠૂંઠવાઈને બિમાર થઈ રહ્યાં છે. વાલીઓ આ બાબતે શાળાઓમાં પણ રજૂઆતો કરી છે. હાલમાં રાજ્યભરમાં ઠંડીનો પારો નીચે ગયો છે. હવામાન વિભાગે હજુ કોલ્ડવેવ રહેવાની આગાહી કરી છે.

જે અનુસંધાને આજે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ બાળકોને શાળાએ આવવાના સમયમાં 30 મીનિટનો ફેરફાર કરવાની સત્તા શાળાના આચાર્યને આપી છે. 26 જાન્યુઆરી સુધી શાળાઓ પોતાના રૂટિન સમયને 30 મીનિટ મોડો કરી શકે છે. ઉત્તરાયણ વિતી ગયા બાદ ફરી એકવાર ઠંડીનો રો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા બે દિવસથી હાડ થિજવતી ઠંડી પડી રહી છે. જેની અસર જનજીવન પણ વર્તાઇ રહી છે. ત્યારે હવામાન વિભાગે હજુ પણ ઠંડી વધવાની આગાહી કરી છે.

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના કેટલાક ભાગોમાં કોલ્ડવેવની આગાહી કરી. જેમાં રાજકોટ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છમાં ઠંડા પવનોના કારણે રાત્રીના તાપમાનમાં ઘટાડો નોંધાઇ શકે છે. આ ઉપરાંત દિવસનું મહત્તમ તાપમાન પણ સરેરાશ તાપમાન કરતા નીચુ રહી શકે છે.

READ ALSO

Related posts

WhatsApp ચેટ લીકના કારણે ઉઠ્યો લોકોને વિશ્વાસ, આ એપ બની રહી છે યૂઝર્સની પ્રથમ પસંદ

Ankita Trada

બાબરી ધ્વંસઃ અડવાણી, જોશી સહિતના પર લાગ્યા હતા આ આરોપ, લાલુપ્રસાદે સમસ્તીપુરમાં કરાવી હતી ધરપકડ

Karan

કૂકરની સીટી કે ફેરીયાના અવાજ… હવે WFHમાં વીડિયો કોલિંગ વખતે નહીં થાય કોઈ ડિસ્ટબન્સ, જાણો Googleના આ ખાસ ફિચર વિશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!