GSTV
Home » News » અમદાવાદ સ્માર્ટ સિટી કે ખાડા નગરી? ખુદ Dy.CM નીતિન પટેલનાં ઘર પાસે મનપાની આળસ

અમદાવાદ સ્માર્ટ સિટી કે ખાડા નગરી? ખુદ Dy.CM નીતિન પટેલનાં ઘર પાસે મનપાની આળસ

સ્માર્ટ સિટી, હેરીટેજ સિટી, ગુજરાતનું આર્થિક પાટનગર, આ બધા અમદાવાદની ઓળખ સમા શબ્દો છે. પરંતુ હવે અમદાવાદની ઓળખમાં એક નવો શબ્દ ઉમેરાયો છે. ખાડાનગરી… જી હાં…! મહાનગરપાલિકાના રેઢિયાળ વહીવટીતંત્રને કારણે માત્ર થોડાક વરસાદી ઝાપટામાં જ અમદાવાદ ખાડાનગરી બની ગયું છે. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં જાણે કે રોડ ઓછા અને ખાડા વધુ તેવા દ્રશ્યો જોવા મળે છે. પરંતુ આ ખાડા નાગરિકો માટે બની શકે છે મોતના ખાડા.

હેરિટેજ અને સ્માર્ટ સિટી તરીકેની ઓળખ ધરાવતા અમદાવાદને માત્ર થોડા વરસાદી ઝાપટાઓએ જાણે કે ખાડાનગરી બનાવી દીધી છે.

નીંભર મહાનગરપાલિકાના રેઢિયાળ વહીવટને કારણે શહેરમાં જ્યાં જુઓ ત્યાં ખાડા જ નજરે પડે છે. મનપાની કાગળ પર બનેલી પ્રિ-મોન્સુન કામગીરી થોડા એવા ઝાપટામાં તણાઇ ગઇ છે.

જીવરાજ પાર્ક વિસ્તારમાં ખોદકામના કારણે પડેલા ખાડાએ લોકોની મુશ્કેલી વધારી છે. ખોદકામના કારણે માટી જમીનમાં બેસી ગઈ હોવાથી અહીં મોટો ભુવો પડી શકે છે. ખોદકામ બાદ પડેલા વરસાદના કારણે એક તરફનો રોડ બંધ કરી દેવાતા લોકોને હાલાકી પડી રહી છે.

બીજી તરફ ધરણીધર વિસ્તારમાં પણ વરસાદના કારણે મહાનગરપાલિકાની પોલ ખુલી છે. આ વિસ્તારમાં રસ્તાનું કામ શરૂ છે. જેથી જયદીપ ટાવર પાસે રસ્તાની હાલત દયનીય બની છે.

સુરધારામાં પણ છેલ્લા એક મહિનાથી ખોદકામ ચાલુ છે. પરિણામે સુરધારા સર્કલથી સત્તાધાર સુધી રોજ ટ્રાફિક જામ સર્જાય છે.

મહત્વનું છે કે અહીં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલનો બંગ્લો આવેલો છે. સુરધારા સર્કલથી સત્તાધાર સુધી રોજ ટ્રાફિક જામ થાય છે. કેમ કે, આ વિસ્તારમાં ખોદકામના કારણે એક રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ત્યારે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના નિવાસ સ્થાન પાસે મનપાની ઢીલી કામગીરી સામે આવી છે.

READ ALSO

Related posts

સુરત : નશીલા પદાર્થોનું સેવન કરતાં 100 જેટલા લોકોની પોલીસે અટકાયત કરી

Mayur

ગુજરાતના આ વિસ્તારોમાં પહોંચી મેઘ સવારી, ગરમીથી મળ્યો છૂટકારો

Mayur

આજે જૂનાગઢવાસીઓ નક્કી કરશે કે ‘ગઢ’ કોનો, મહાપાલિકાની 56 બેઠકો પર મતદાન શરૂ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!