GSTV

આ એક્ટ્રેસના પિતાને લીધે આજ સુધી કુંવારો છે સલમાન ખાન!

Last Updated on July 7, 2018 by

સલમાન ખાન હાલમાં પોતાની દબંગ ટૂર માટે અમેરિકામાં છે. એક્ટરની સાથે આ ટૂરમાં કેટરીના કૈફ, જૈકલીન ફર્નાન્ડીસ પણ સાથે છે. જ્યારે રેસ-3ના એક્ટર સલમાનનો એક 26 વર્ષ જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સલમાન ખાન આમિર ખાન, જૂહી ચાવલા, રવીના ટંડન, દિવ્યા ભારતી જેવા અનેક સ્ટાર વિશે વાત કરતા જોવા મળે છે.

વીડિયોમાં સૌથી ખાસ વાત એ છે કે, સલમાન પોતાના લગ્નની વાત કરતો જોવા મળે છે. તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે સલમાન ખાન તે સમયની ખૂબ જ જાણીતી એક્ટ્રેસ જૂહી ચાવલાને પસંદ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો.

જૂહી વિશે વાત કરતા સલમાને કહ્યું કે, ‘જૂહી બહુ જ સ્વીટ છે અને અડૉરેબલ છોકરી છે. મેં તેના પિતા સમક્ષ લગ્નની વાત પણ કરી હતી પણ તેમણે મારું પ્રપોઝલ સ્વીકાર્યું નહીં.’

સલમાને કહ્યું કે, ‘ખબર નહીં તેમને જૂહી માટે કેવા પ્રકારનો છોકરો જોઈએ છે. કદાચ હું તેમના વિશલિસ્ટમાં ફિટ બેસતો ન હતો.’

સલમાનનું નામ અનેક એક્ટ્રેસિસ સાથે જોડાઈ ચૂક્યું છે પણ તેણે આજ સુધી લગ્ન કર્યા નથી. તેના લગ્ન વિશે હંમેશાં અટકળો લાગતી રહે છે પણ તે હંમેશા તેને ટાળતો રહ્યો છે. સલમાનની ફિલ્મ ‘રેસ 3’ ઈદ પર રિલીઝ થઈ હતી. હાલમાં તેની ફિલ્મ ‘ભારત’ પર કામ ચાલે છે. જેમાં તે પ્રિયંકા ચોપરા અને દિશા પટની સાથે જોવા મળશે.

Related posts

ગજબ! બ્રિટનમાં મળેલા એક ઉલ્કાપિંડની ઉંમર પૃથ્વી કરતા પણ વધારે, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Pritesh Mehta

મૉનસૂન/ બિમારીઓના ઘર ગણાતા ચોમાસામાં ખાસ રાખજો કાળજીઓ નહીં તો ઘરે આવશે બિમારીઓ, આ વસ્તુઓથી દૂર રહો

Damini Patel

લાલુના લાલની મોટી જાહેરાત: સોશિયલ મીડિયા પર પોતાની જાતને ગણાવ્યા સેકન્ડ લાલૂ, કોઈ સમસ્યા હોય તો અમારી પાસે આવો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!