GSTV
Home » News » યોગ્ય વ્યવસ્થાના અભાવે કૃષિ મહોત્સવનો થયો ફિયાસ્કો, ખેડૂતોએ ચાલતી પકડી

યોગ્ય વ્યવસ્થાના અભાવે કૃષિ મહોત્સવનો થયો ફિયાસ્કો, ખેડૂતોએ ચાલતી પકડી

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ખાનપુર ગામેથી રાજ્યકક્ષાનો ૧૫માં કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો.. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લાભાર્થી ખેડૂતો અને પશુપાલકોને યોજનાકીય સહાયના ચેક તથા પ્રમાણપત્રો એનાયત કર્યા.. સીએમ રૂપાણીએ જણાવ્યું કે રાજ્યના ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી અદ્યતન સાધનો તેમજ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતી સમૃદ્ધ બનાવવા સરકાર કટિબદ્ધ છે.

આ પ્રસંગે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ ગરમી અને યોગ્ય વ્યવસ્થાના અભાવે ખેડૂતોને હાલાકી મુકાયા હતા.. અને સભા મંડપમાંથી ખુરશીઓ ખાલી થવા માંડી હતી.. છેલ્લા ૧૦ વર્ષમાં ૪ લાખ ૧૩ હજાર ૪૩૩ ખેડૂતોને બિયારણ, દવાઓ, તાડપત્રી, બ્લોક નિદર્શન, સિંચાઈ સવલતો, સેન્દ્રીય ખાતર વગેરે માટે ૫૪.૯૭ કરોડ રૂપિયાની સહાય ચુકવાઈ છે.


મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આઝાદી પછીના પાંચ દાયકામાં નીતિઓ આડેધડ બની હોવાથી ખેડૂતની વધુ કફોડી બની ગઈ. પરંતુ નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યારથી જગતમાં તાતની ચિંતા તેઓએ કરી છે.. કિસાન સન્માન નિધિ કાર્યક્રમ હેઠળ લાખો ખેડૂતોને લાભ મળ્યો છે. અને હાલ નવા રજિસ્ટ્રેશન ચાલુ છે.

READ ALSO

Related posts

ફિલ્મ 1920ની અભિનેત્રીએ વાંદરાઓ સાથે કરી અંગ્રેજીમાં વાત, જાણો શું મળ્યો જવાબ?

Ankita Trada

શમીએ બચાવી મેચ તો રોહિતે જીતાવી સીરીઝ, અનોખા અંદાજમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડથી છીનવી જીત

pratik shah

ડામાડોળ અર્થવ્યવસ્થાની વચ્ચે નાણાંમંત્રી રજૂ કરશે દાયકાનું સૌથી મુશ્કેલ બજેટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!