GSTV

આજના સૂર્યગ્રહણને લઈ મંદિરોના દર્શનના સમયમાં ફેરફાર, આ એક જ મંદિર રહેશે ખુલ્લુ

Last Updated on December 26, 2019 by Mayur

આજે આકાશમાં અદભૂત અલૌકિક ખગોળિય ઘટના સૂર્યગ્રહણ થવાનું છે. માગશર કૃષ્ણપક્ષ અમાસના ધન રાશિ મૂળ નક્ષત્રમાં થનારા કંકણવૃતિ, ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે. ગુજરાતમાં આ સૂર્યગ્રહણ ખંડગ્રાસ રહેશે. સૂર્યગ્રહણને કારણે જ્યોર્તિલિંગ સોમનાથ, શક્તિપીઠ અંબાજી સહિતના મંદિરોમાં દર્શનનના સમયમાં ફેરફાર કરાયો છે.

મોટાભાગના મંદિરોમાં બપોરે 12 બાદ જ દર્શન થઇ શકશે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ ગ્રહણ બાદ પવિત્ર નદીમાં સ્નાન કરવાનો મહિમા છે. તો બીજી બાજુ આ ખગોળીય ઘટના વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ મહત્વની છે. અમદાવાદમાં સાયન્સ સીટી સહિત રાજ્યમાં અનેક જગ્યાએ સૂર્યગ્રહણ નિહાળવાની અને તે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાના આયોજનો કરાયા છે.

નરી આંખે સૂર્યગ્રહણ જોવું હિતાવહ નથી. નરી આંખે ગ્રહણ જોવાથી દ્રષ્ટી જતી રહેવાનો ખતરો છે. સૂર્યગ્રહણ ખાસ પ્રકારની ફિલ્મના ચશ્મા પહેરીને જોવું હિતાવહ છે. તો ખગોળ વૈજ્ઞાનિકો માટે પણ આ અભ્યાસનો વિષય છે.

આ એક મંદિર રહેશે ખુલ્લુ

આજે ગ્રહણને કારણે મંદિરો બંધ રહેશે. પરંતુ શામળાજીનું મંદિર આજે ગ્રહણના દિવસે પણ દર્શન માટે ખુલ્લુ રહેશે. ભક્તોને આજે પણ શામળિયાના દર્શન થઇ શકશે. ગ્રહણ સમયે મંદિર ખોલવાની પરંપરા અંગે મંદિરના મુખીયાજી વિનોદભાઈ મહારાજને પુછતાં તેઓએ જણાવ્યું હતું કે શામળાજીએ ગયા ક્ષેત્ર તીર્થ સ્થાન છે.અહીંયા સદ્દગત માતૃ-પિતૃ બંનેની તર્પણ વીધી કરી શકાય છે.

ત્યારે એવા મહિમાવંતા તીર્થ સ્થાનમાં આવેલા અતિ પૌરાણિક શામળીયાજી મંદિરે વર્ષોથી ગ્રહણ સમયે દર્શનની પરંપરા જળવાઈ છે. યાત્રાધામ શામળાજી ખાતે શ્રી વિષ્ણુ મંદિર મંગળવારની રાત્રીના ૧ કલાકે ખોલવામાં આવ્યું હતું. અને ભગવાન શામળીયાને વિધી વિધાન પૂર્વક સ્નાન કરાવી સફેદ વાઘા ધરાવાયા હતા. અને ઝીણી જાળી ઉભી કરી દર્શન યોજવામાં આવ્યા હતા.ગ્રહણ સમયે કરેલી ૧ માળાનું હજાર માળા જેટલુ ફળ મળે છે. તેથી ગ્રહણ સમયે પ્રભુ સન્મૂખ બેસી કરેલી આરાધનાનું વિશેષ ફળ મળતું હોવાથી આ પરંપરા વર્ષોથી અનુસરવામાં આવે છે.

READ ALSO

Related posts

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

જ્યોતિષશાસ્ત્ર / ગુડ લુકિંગ હોય છે આ 4 રાશિઓના યુવાનો, યુવતીઓને ઇમ્પ્રેસ કરવામાં હોય છે માહેર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!