VIDEO:ચાલુ ટ્રેનમાંથી ખાબક્યો, ફસાયો ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે, દારૂનાં નશામાં હોવાનો શક

દેશનાં મોટા ભાગના લોકો રેલ્વેમાં મૂસાફરી કરતાં હોય છે.પરંતુ સ્ટેશન પર થતાં અનાઉંસમેન્ટને આપણે ક્યારેય ધ્યાનમાં નથી લેતા હોતાં. એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક શખ્સ ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ખરાબ રીતે ફસાઈ જાય છે.

ઘટનાં છે અર્જેંટિનાનાં મેર્લોની લિબરેટેડ સ્ટેસનની. શખ્સનું નામ જોસ એલેજાંદ્રો હતું અને ઉમર 20 વર્ષની હતી. ઉલ્લેખનીય છે કે શખ્સનો ટ્રેનમાં કોઈ જોડે ઝઘડો થયો હતો. અને ત્યાર પછી પગ લપસવાથી ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચેનાં ગેપમાં ફસાઈ ગયો હતો.

પ્રાપ્ય માહિતી અનુસાર પોલિસ અધિકારીઓનું કહેવું છે કે જોસે દારૂનાં નશામાં હતો. એટલી ખરાબ રીતે ફસાઈ ગયો હતો કે માત્ર તેનું મોઢુ જ દેખાતું હતું. પણ શખ્સનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter