GSTV
Gujarat Government Advertisement

વરસાદના કારણે દિલ્હી, પંજાબ, હરિયાણામાં શાકભાજીના ભાવ આસમાને

Last Updated on July 21, 2019 by Mayur

દિલ્હીના ગાઝીપુર શાક બજારમાં સામાન્ય દિવસોમાં 600 રૂપિયામાં વેચાતી ટમેટાની પેટી(25 કિગ્રા)નો ભાવ ચોમાસાની ઋતુના કારણે 800થી 1400 રૂપિયા સુધી પહોંચ્યો છે. વેપારીઓના કહેવા પ્રમાણે સામાન્ય દિવસોમાં ટમેટાની કિંમત 10-12 રૂપિયા પ્રતિ કિલો રહે છે પરંતુ ચોમાસાની ઋતુમાં ટમેટા સહિતના શાકભાજીના ભાવોમાં વધારો થવો સામાન્ય વાત છે. વરસાદના કારણે મોટા ભાગના રાજ્યોમાં ટમેટાના ઉત્પાદનને અસર પહોંચે છે જેથી લોકો સુધી પહોંચતા સુધીમાં ટમેટાનો ભાવ 60-65 રૂપિયા પ્રતિ કિલો થઈ જાય છે. 

વરસાદના કારણે છુટક બજારોમાં શાકભાજીના ભાવોમાં પ્રતિ કિલોએ ખૂબ મોટો વધારો થયો હોવાથી સામાન્ય લોકોના બજેટને અસર પહોંચી છે. કારેલાનો ભાવ 40થી વધીને 50-60 રૂ., ફુલાવર અને વટાણાનો ભાવ 50થી વધીને 60-80 રૂ., દૂધી-ગાજર-ભીંડાનો ભાવ 40થી વધીને 50-60 રૂ., બટેકા અને કાકડીનો ભાવ રૂ. 20-30થી વધીને લગભગ બમણો થવાના કારણે ગૃહિણીઓ શાકની ખરીદીમાં કાપ મુકી રહી છે.

આ ઉપરાંત રૂ.20માં વેચાતી 100 ગ્રામ કોથમીરનો ભાવ 40 રૂ.અને રૂ. 20-25માં વેચાતા 250 ગ્રામ લીંબુનો ભાવ રૂ. 30-40 થવાના કારણે રસોઈના સ્વાદને અસર પહોંચી છે. જો કે, આ બધા વચ્ચે ડુંગળીનો ભાવ કિલોના 25 રૂપિયા યથાવત રહેવાના કારણે થોડી રાહત મળી છે. 

કર્ણાટક, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને બંગાળ સહિત અનેક રાજ્યો સામાન્ય દિવસોમાં દિલ્હીના બજારોમાં ટમેટાની નિકાસ કરે છે પરંતુ વરસાદના કારણે દિલ્હીમાં ટમેટાની આયાત 70 ટકા જેટલી પ્રભાવિત થાય છે.

vegetables

હિમાચલ પ્રદેશ સહિત માત્ર ત્રણ-ચાર રાજ્યો જ દિલ્હીના બજારોમાં ટમેટા મોકલી શકે છે જેથી ટમેટાની કિંમતોમાં 300 ટકા જેટલો વધારો નોંધાયો છે. ભારે વરસાદના કારણે પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં શાકભાજીના પુરવઠાને અસર પહોંચી છે જેથી છુટક બજારોમાં ટમેટા, વટાણા વગેરે શાકભાજીના ભાવોમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

‘બ્રેસ્ટ સાઈઝ વધારવા માટે નથી કરાવી સર્જરી’, એક્ટ્રેસે શા માટે આપવી પડી સફાઈ ?

Damini Patel

નાપાક ડ્રેગનની ચાલ/ કપટી ચીને ભારતની સીમા તટે શરૂ કરી બુલેટ ટ્રેન, અરૂણાચલ પ્રદેશની બોર્ડર પર ભારતીય સૈનિકોની બાજ નજર

pratik shah

બંપર રિટર્ન/ આ કંપનીના શેરે રોકાણકારોને બનાવ્યા માલામાલ!, એક જ વર્ષમાં 5 લાખના બની ગયા 20 લાખ રૂપિયા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!