GSTV
Home » News » ભારે વરસાદથી મનાલી પાસે ભૂસ્ખલન : મનાલી-લેહ નેશનલ હાઈવે ક્રમાંક ત્રણને અસર

ભારે વરસાદથી મનાલી પાસે ભૂસ્ખલન : મનાલી-લેહ નેશનલ હાઈવે ક્રમાંક ત્રણને અસર

હિમાચલ પ્રદેશના મનાલીથી ત્રીસ કિલોમીટર દૂર મારહી ખાતે ભૂસ્ખલન થયું છે. આ ભૂસ્ખલનને કારણે મનાલી-લેહ નેશનલ હાઈવે ક્રમાંક ત્રણ બાધિત બન્યો છે. ગત ચોવીસ કલાકથી આ વિસ્તારમાં ભારે વરસાદ થવાને કારણે ભૂસ્ખલનની ઘટના બની છે. આ ભૂસ્ખલનની ઘટના ગુરુવારે મોડી રાત્રે બની હતી અને શુક્રવારે સવારે આની જાણકારી મળી હતી. સ્થાનિક વહીવટી તંત્રે સવારે છ વાગ્યે અહીં પ્રવાસીઓને આના સંદર્ભે જાણકારી આપી હતી. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા રસ્તો ફરીથી ચાલુ કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ટ્રાફિકની સ્થિતિને સંભાળવા માટે પોલીસની પણ તેનાતી કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં હિદોલાખાલના નેશનલ હાઈવે ક્રમાંક 94 ખાતે પણ ભૂસ્ખલનની ઘટના બની છે. અહીં રસ્તો સાફ કરવા માટે ત્રણ મશીનો દ્વારા કામગીરી થઈ ચુકી છે.

રામબનના પાથલ વિસ્તારમાં ભૂસ્ખલન થયું

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ બાદ હવે જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂસ્ખલન થયું છે. રામબનના પાથલ વિસ્તારમાં ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર હાઈવે બાધિત થયો છે. ડિગડોલ વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે હાઈવે પર ટ્રાફિક અસ્થાયીપણે બાધિત થયો છે.

Related posts

ટ્રમ્પની મુલાકાત : ઈન્વિટેશન પર આવે છે કે ઈન્સ્પેક્શનમાં ? મોદી અને શાહને જે ઈચ્છા નહોતી તેના પર જ ટ્રમ્પ વાત કરશે

Mayur

કોંગ્રેસે કર્યો કટાક્ષ ! મોદી સરકારમાં નિકળી 69 લાખ ભરતી, પગારમાં મળશે ‘અચ્છે દિન’

Pravin Makwana

રસ્તો ઓળંગતા બે બાળકોને કારે ટક્કર મારતા એકનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!