અપૂરતા વરસાદને કારણે મહારાષ્ટ્રમાં રવી વાવતેરમાં ડુંગળીના પાકને અસર, ભાવમાં વધારો થશે

અપૂરતા વરસાદને કારણે મહારાષ્ટ્રમાં રવી વાવતેરને અસર થઈ છે. તેમજ આ સમયગાળા દરમિયાન ડુંગળી સૌથી વધું અસરગ્રસ્ત પાક હોઈ શકે છે. ડુંગળીના કુલ ઉત્પાદનનો ત્રીજો ભાગ મહારાષ્ટ્રમાં થાય છે. વધુમાં આ વખતે કુલ ડુંગળીનો પાક ૧૦-૧૫ ટકા ઓછો હોવાનો અંદાજ છે. વર્ષ ૨૦૧૬-૧૭માં ભારતે ૨૨૫ લાખ ટન ડુંગળીનું ઉત્પાદન કર્યું હતું. જ્યારે વર્ષ ૨૦૧૭-૧૮ના પાકનો અંદાજ ૨૨૦ લાખ ટન જેટલો હતો અને જો પાકમાં ૧૦ ટકા ઘટાડો જોવા મળશે. તો ચિંતાનું કારણ ઊભું થઈ શકે છે. ચિંતા એ છે કે, જ્યારે જાન્યુઆરીમાં રવીના આગમનનો સમય આવે છે, ત્યારે ભાવમાં તેજી આવે છે.

આ વર્ષે પાક, વર્ષ, ૨૦૧૮-૧૯ દરમિયાન ૨૦૦ લાખ ટન નીચો થવાનો અંદાજ છે.  ભારતના ડુંગળી નિકાસકારો સંગઠનના અધ્યક્ષ જણાવે છે કે, ભાવમાં સહેજ ઘટાડો થયો છે, કારણ કે ભારતની ડુંગળી મોંઘી હોવાથી નિકાસની માંગ ઘટી છે અને આયાતકારો પાકિસ્તાનમાં પરિવર્તિત થયા છે, જે ભારત કરતાં ૪૦ ટકા સસ્તા દરે વેચાણ કરે છે.

ખરીફ સીઝનમાં શિપમેન્ટ્સ લાસલગાંવ અને તેના આસપાસના વિસ્તારોના મુખ્ય હોલસેલ માર્કેટમાં શરૂ થઈ જાય છે. આ સમયગાળા દરમિયાન ભાવ રૂ.૧૧ પ્રતિ કિગ્રા જેટલો હોય છે. ઉપરાંત આગામી મહિનાઓમાં નિકાસની માંગ ફરી શરૂ નહીં થાય. તેમજ જ્યારે રવી પાક આવે ત્યારે ભાવમાં કોઈ અસર જોવા મળશે નહીં.  

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter