GSTV
Home » News » ઉનામાં ચોતરફ પાણી જ પાણી : ભૂખે ટળવળતા લોકો, 30 ગામોમાં વાહન વ્યવહાર બંધ

ઉનામાં ચોતરફ પાણી જ પાણી : ભૂખે ટળવળતા લોકો, 30 ગામોમાં વાહન વ્યવહાર બંધ

ભારે વરસાદને કારણે ઊના તેમજ ગીરગઢડા તાલુકાના 30 ગામોમાં વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. ઊનાના નાયબ કલેક્ટરની સીધી દેખરેખ હેઠળ તંત્ર દોડતુ થયું છે. વરસાદ રોકાતા પાણીનો પ્રવાહ ઘટતા અસરગ્રસ્ત ગામોમાં ફુડ પેકેટ રવાના કરાયા છે. 15 હજાર ફુડ પેકેટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. ઊના તાલુકાના લેરકા માંઢ.. ખત્રી વાડા સહિતના ગામોમાં ફુડ પેકેટ સાથે ટીમ રવાના કરાઈ છે. ભારે વરસાદથી ઊના શહેરમાંથી 800 તેમજ ગીરગઢડાના 700 લોકોનું સ્થળાંતર કરાયું છે. લોકો છતાં અનાજે ભૂખે ટળવળી રહ્યાં છે. લોકો અનરાધાર વરસાદને કારણે ચૂલો સળગાવી શક્યા નથી. સામાન્ય ગરીબ પ્રજાનો તો મરો થયો છે. લોકો ભૂખે ટળવળી રહ્યાં છે.

ઊના પંથકમાં પડેલા ભારે વરસાદ બાદ જીએસટીવી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે.  ભારે વરસાદના કારણે તુલસીશ્યામ રોડ અસરગ્રસ્ત બન્યો છે. તુલસીશ્યામ રોડ પર પાણી ભરાવાના કારણે 108 એમ્બ્યુલન્સ પણ પરત ફરી હતી.  તુલસીશ્યામ ઉપરાંત ઊના પંથકમાં કેટલાક વિસ્તારમાં પાણી ભરાવના કારણે  હિટાચી  દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. રસ્તા પર  પાણી ભરાતા હજી પણ કેટલાક વિસ્તારમાં વાહન વ્યવ્હારને માઠી અસર પડી છે.

ઊના પંથકમાં પડેલા અનરાધાર વરસાદાના કારણે ખત્રીવાડા ગામ બેટમાં ફરેવાયું છે. ખત્રીવાડ ગામ ત્રીજીવાર બેટમાં ફેરવાયુ છે. આખા ગામમાં ગોઠણસમાં પાણી ભયા છે.  જેથી ગામ સંપર્ક વિહોણું બન્યુ છે. ત્યારે ગામના લોકો સુધી પહોંચવા તંત્ર વામણુ પુરવાર થયું છે.

Related posts

મહાશિવરાત્રીના મેળામાં ઉમટ્યું માનવ મહેરામણ, મોરારી બાપુ અને માયાભાઈ આહીરે પણ લીધી મુલાકાત

pratik shah

દિલ્હીની હાર પર RSSની ભાજપને ચેતવણી, મોદી અને શાહ હંમેશાં મદદ ન કરી શકે

Mayur

હર હર મહાદેવના નાદ સાથે દેશભરમાં મહાશિવરાત્રીની ધામધૂમ પૂર્વક ઉજવણી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!