GSTV
Home » News » વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય

વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય

વલસાડ જિલ્લાના વાપી ધરમપુર કપરાડા અને વલસાડમાં ધોધમાર વરસાદને પગલે નીચાવવાળા વિસ્તારો પાણી ભરાયા છે. જેને લઈને સ્થાનિકોને મુશ્કેલીઓ પડી રહી છે. વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે વલસાડ સહિત ધરમપુર, વાપી અને કપરાડામાં અવિરત વરસાદ પડી રહ્યો છે. જેને લઈને વલસાડમાં દાણાં બજારમાં પાણી ભરાવવાની શરૂઆત થઇ છે.

તો બીજી તરફ વલસાડના છીપવાદ અને મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાવાને કારણે અનેક વાહનચાલકો મુશ્કેલીઓ પડી રહી છે. તો ટ્રાફિ જામ પણ થવાને કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો બીજી તરફ ભાગડાવાળા વિસ્તારમાં આવેલ દાદીયા ફળિયા તળાવ ઓવરફ્લો થવાના કારણે પાછળના ભાગે આવેલ રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. જેને કારણે લોકોની અવરજવર બંધ થઇ હતી. ભારે વરસાદના કારણે નેશનલ હાઇવે નંબર 48 પર વિઝિબ્લિટી ઘટી જતા વાહન ચલાવવામાં લોકોને તકલીફ પડી રહી છે.

Related posts

અચાનક જ ધડાધડ પડવા લાગ્યા વાહનચાલકો, Video જોઇને લાગશે નવાઇ

Bansari

સીબીઆઈ અને મેહુલ ચોકસી વચ્ચેની લડાઈ હવે લાંબી ચાલશે, એન્ટીગુઆમાં રહેતા ચોકસીએ મૂકી આ માગણીઓ

Nilesh Jethva

700 રૂપિયામાં મગફળીની માગણી કરાતાં ખેડૂતો બગડ્યા, કોડીનારમાં થયો હોબાળો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!