GSTV
Home » News » કેરળમાં ભારે વરસાદના કારણે મોતનો આંકડો 95એ પહોંચ્યો, 59 લોકોનો પતો નથી

કેરળમાં ભારે વરસાદના કારણે મોતનો આંકડો 95એ પહોંચ્યો, 59 લોકોનો પતો નથી

કેરળમાં ભારે વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં ૯૫ લોકોના મોત અને ૫૯ જેટલા લોકો લાપતા છે. જ્યારે ૩૪ જેટલા લોકો પૂરમાં ઈજાગ્રસ્ત થયા છે. મલ્લપુરમ જિલ્લામાં સૌથી વધારે વિકટ પરિસ્થિતિ છે. જ્યા સૌથી વધારે ૩૫ લોકોના મોત થયા છે. જ્યારે વાયનાડમાં 12 જેટલા લોકોના મોત થયા છે.

રાજ્યમાં પૂરની સ્થિતિ વચ્ચે 5 હજાર 810 પરિવારને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પૂરની સ્થિતિ વચ્ચે 1 હજાર 118 રાહત કેમ્પ ખોલવામાં આવ્યા છે. જેમા પૂરગ્રસ્તોને ખસેડવામાં આવ્યા છે.

રાજ્યમાં પૂરની સ્થિતિ વચ્ચે રાજ્યના સીએઅ પી. વિજયને હવાઈ નિરીક્ષણ પણ કર્યુ હતુ. તેમણે પૂરગ્રસ્ત જિલ્લાની સ્થિતિ અંગે સમીક્ષા કરી અધિકારીઓને વહેલી તકે રાહત સામગ્રી પહોંચડાવના આદેશ આપ્યા હતા.

Read Also

Related posts

કેવડિયા ખાતે ઇન્ડિયા આઈડિયાઝ કોન્કલેવમાં ભાગ લેવા પહોંચ્યા આ રાષ્ટ્રીય નેતાઓ

Nilesh Jethva

ગુજરાતના મહેમાન બનેલા બોલિવૂડના આ જાણીતા સીંગરે દિલ્હી હિંસા મામલે આપ્યું નિવેદન

Nilesh Jethva

અમદવાદના બાપુનગર વિસ્તારમાં એક સાથે 20 દુકાનોમાં આગ લાગતા મચી અફરા તફરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!