GSTV
Gujarat Government Advertisement

VIDEO: મુંબઈગરા પર મેઘરાજાનો કહેર, રસ્તાઓ નદીઓ બનવાની સાથે હવામાન વિભાગની આવી નવી આગાહી

Last Updated on July 2, 2019 by Karan

મુંબઇમાં સાડા 7 ઇંચ વરસાદ વરસ્યો હતો. સપ્તાહની શરૂઆતમાં જ શહેર અને ઉપનગરોમાં મૂશળધાર વરસેલા વરસાદને પગલે મધ્ય હાર્બર અને પશ્ચિમ રેલવેની સેવા ખોડંગાઇ હતી. જેના લીધે સવારે કામધંધે નોકરીએ જતા મુંબઇગરાને ભારે હાલાકી ભોગવવી પડી હતી.  મુંબઈમાં વરસેલા વરસાદે 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. સરકારે આજે દરેક સરકારી અને પ્રાઈવેટ સ્કૂલ, કોલેજ અને ઓફિસો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સોમવારે ભારે વરસાદના કારણે મોડી રાતે મલાડ ઈસ્ટ- કલ્યાણ અને પુણેમાં દીવાલ પડવાના કારણે કુલ 27નાં મોત થયા છે. મુંબઈમાં છેલ્લાં 48 કલાકમાં 21.5 ઈંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે મુંબઈમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે મુંબઈમાં હાઈટાઈડ આવવાની પણ શક્યતા વ્યકત થઈ છે.

સાઉથ મુંબઈના તારદેવમાંં પડી રહેલાં તોફાની વરસાદનાં દ્રશ્યો છે.

વસઈ ઈસ્ટથી વસઈ વેસ્ટને જોડતા માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે.

આ દ્રશ્યો નદીના નથી, પરંતુ મુંબઈનાં સિઓન રેલવે સ્ટેશનનાં છે. અહીં લોકો પાણી અને ખોરાક વગર લાંબા સમયથી ફસાયેલાં છે.

મુંબઈમાં સતત વરસી રહેલાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. ત્યારે વરસાદી પાણીમાં રસ્તા પર પાર્ક કરાયેલી કાર પણ ડૂબવાની અણીએ દેખાઈ રહી છે.

ALSO READ

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!