GSTV

સમગ્ર ભારતમાં ગરમીનો પ્રકોપ યથાવત, દિલ્હીમાં રેડ એલર્ટ જાહેર

Last Updated on June 2, 2019 by

દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેથી ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ. ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં ગરમી સાથે લૂનો પ્રકોપ સતત વધ્યો છે. જેથી લોકોને બપોરના સમયે ઘરની બહાર ન નિકળવાની સૂચના આપવામાં આવી છે.

ગરમીના કારણે દેશમાં 3૨ લોકોનો મોત થયા છે. જેમાથી તેલંગાણામાં સૌથી વધારે 17 લોકોના મોત, મહારાષ્ટ્રમાં આઠ અને આંધ્ર પ્રદેશમાં ત્રણ લોકોના મોત થયા છે. હવામાન વિભાગને જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ સુધી ગરમીનું પ્રમાણ વધશે જે બાદ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ગરમીમાંથી આંશીક રાહત મળી શકે છે.

રાજસ્થાનના લોકો બેહાલ

દેશના મોટા ભાગના વિસ્તારોમાં રવિવારે પણ આકરી ગરમી યથાવત રહી. ખાસ કરીને રાજસ્થાનમાં લોકોના હાલ બેહાલ છે. અહીં ગરમીનો પારો સતત ઉંચો નોંધાઇ રહ્યો છે. જો કે શનિવાર કરતાં રાજસ્થાનમાં ગરમીથી આંશિક રાહત રહી. રવિવારે રાજસ્થાનના ચુરૂમાં 48.9 ડિગ્રી તાપમાન નોંધાયું. જે દેશમાં સૌથી ઉંચુ તાપમાન હતુ. આ ઉપરાંત રાજસ્થાનના જ શ્રીગંગાનગરમાં 48.6 ડિગ્રી ગરમી નોંધાઇ.

El Nino

બિકાનેરમાં 48.1 ડિગ્રી, જૈસલમેરમાં 47.8 ડિગ્રી, કોટામાં 47.5 ડિગ્રી, બાડમેરમાં 47.2 ડિગ્રી સુધી પારો ઉંચકાયો હતો. આ ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિદર્ભમાં પણ પારો ઉંચકાયો છે. વિદર્ભમાં નાગપુર અને બ્રહ્મપુરીમાં 47 ડિગ્રી, જ્યારે કે મધ્યપ્રદેશના નાવગોંગમાં 47.7 ડિગ્રી, ખજુરાહોમાં 47.5 ડિગ્રી, ગ્વાલિયરમાં 46.8 ડિગ્રી, દમોહમાં 46.5 અને ગુનામાં 46.2 ડિગ્રી સુધી તાપમાન વધ્યું હતુ.

દિલ્હીમાં રેડ એલર્ટ જાહેર

રાજધાની દિલ્હીમાં ભયંકર ગરમીના કારણે લોકો સન સ્ટ્રોક અને લૂનો ભોગ બની રહ્યા છે. દિલ્હીમાં ૪5 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે. જેથી હવામાન વિભાગે દિલ્હીમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. કાળઝાળ ગરમીથી લોકો બચવા માટે લીબુ પાણી સહિતના પીણાનું સેવન કરી રહ્યા છે. ગરમીના કારણે દિલ્હીમાં સન સ્ટ્રોકના કેસમાં પણ સતત વધારો થયો છે. જેથી હવામાન વિભાગે બપોરના સમયે લોકોને બહાર ન નિકળવાની સલાહ આપી છે.

મહારાષ્ટ્રમાં 45 ડિગ્રીનો ભડકો

મહારાષ્ટ્રના નાગપુરમાં પણ ભીષણ ગરમી પડતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. અહીં છેલ્લા એક સપ્તાહથી ગરમીનું પ્રમાણ સતત વધ્યુ છે. રવિવારે નાગપુરમાં 45 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ.. જેથી ગરમ પવન સાથે લૂનું પ્રમાણ વધતા લોકો લીંબુ પાણી અને છાશનું સેવન કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ સુધી ગરમીમાંથી રાહત મળવાની નથી. જેથી ઉત્તર ભારત સહિત પશ્વિમ ભારતના રાજ્યોને ગરમીનો સામનો કરવો પડશે.

ઉત્તર પ્રદેશમાં 41 ડિગ્રી

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ભીષણ ગરમી પડી રહી છે. લખનઉમાં રવિવારે 41 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે જ્યારે ગોરખપુરમાં પણ 40 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે. જોકે, આ ગરમીમાંથી રાહત મળવાની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાંથી આવતા પવન ગરમીમાંથી રાહત આપશે.

યુપીમાં હવામાન વિભાગના નિદેશક જેપી ગુપ્તાએ જણાવ્યુ કે, ઈરાનથી આવતા પવનના કારણે માર્ચ અને જૂન માસમાં લૂ સાથે ભયંકર ગરમી પડી રહી છે. ગરમીના કારણે અને લોકો હિટ સ્ટ્રોક, સન બર્ન અને સ્કિન એલર્જીનો ભોગ બની રહ્યા છે. જેથી હવામાન વિભાગે લોકોને બપોરના સમયે ઘરની બહાર ન નિકળવાની સૂચના આપી છે.

READ ALSO

Related posts

કોરોના / અલર્ટ રહો, આપણે થાક્યા પણ વાઇરસ નહીં, કોરોનાનો સંપૂર્ણપણે અંત થયો નથી – ડો. વીકે પોલ

Zainul Ansari

IMFએ ભારતીય અર્થતંત્ર માટે ગ્રોથ રેટનું અનુમાન 3 ટકા ઘટાડયું, આવતા વર્ષ માટે અનુમાન વધારીને 8.5 ટકા કર્યું

Vishvesh Dave

Breaking / નિવૃત્તિ પહેલા રાકેશ અસ્થાનાને મોદી સરકારની મોટી ભેટ, દિલ્હી પોલીસના કમિશનર બન્યા ગુજરાત કેડરના IPS

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!