GSTV

લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારના માથે તોળાઈ રહ્યું છે આ ‘સૂકું’ સંકટ

ઇકોનોમીમાં 17થી 18 ટકાનો હિસ્સો ધરાવતું કૃષિ ક્ષેત્ર ભારતના 56 ટકા લોકોને રોજગારી આપે છે. દેશના બાકીના અર્થતંત્ર ઉપર પણ પોતાની અસર છોડી જતું આ ક્ષેત્ર આજેય ભગવાન ભરોસે છે. આઝાદીના ૭૧ વર્ષ પછી પણ આપણે ઓણ ‘વરસાદ સારો આવે’ એવા ભરોસે બેઠા છીએ. મોદી સરકાર માટે સૌથી મોટા ખરાબ સમાચાર અાવ્યા છે કે દેશના 37 ટકા વિસ્તારમાં દુકાળ જાહેર કરવો પડશે. જૂનથી સપ્ટેમ્બર અે ચોમાસુંની સિઝન ગણાય છે. હવે ચોમાસું પૂર્ણ થવાના 2 દિવસ બાકી છે. દેશમાં અા વર્ષે લોકસભાની ચૂંટણી છે અા દરમિયાન જ વરસાદની અછત મોદી સરકાર સામે  વિલન બની શકે છે.

લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારના માથે તોળાઈ રહ્યું છે આ ‘સૂકું’ સંકટ

આ વર્ષના વરસાદની સીધી અસર ૨૦૧૯ની ચૂંટણી પર પડી શકે છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષમાં ખેડૂતની આવક બમણી કરવાનું વચન આપ્યું છે, પરંતુ અત્યારે એવી સ્થિતિ છે કે વરસાદ કોઈપણ ગણિત ખોરવી શકે છે.  દેશમાં સરેરાશ 9 ટકા વરસાદની ઘટ વચ્ચે હવે દેશમાં દિવસે ને દિવસે સ્થિતિ કફોડી બને તેવી સંભાવના છે. મોંધવારી કાબૂમાં રહે તેવી સંભાવના અોછી છે. મોદી સરકારે લોકસભાની ચૂંટણી પહેલાં પ્રજા માટે નવી સ્કીમમાં બજેટ ફાળવ્યા વિના દુકાળને નાથવા બજેટને ફાળવવું પડશે. મોદી સરકારના તમામ પ્લાનિંગ ફેઇલ જાય તેવી સંભાવના છે. અેસોચેમના અેક રિપોર્ટ અનુસાર દેશમાં અેક ટકો વરસાદ ઘટે તો અેક લાખ કરોડ રૂપિયાની ઇકોનોમીને સીધી અસર પહોંચે છે. અા વર્ષે વરસાદની ઘટ 9 ટકા છે. દેશમાં 20થી 21 લાખ કરોડ રૂપિયા અેગ્રિકલ્ચર ઇકોનોમી હોવા છતાં અે ન ભૂલવું જોઈઅે કે, દેશના 57 ટકા લોકોને રોજગારી અે અેગ્રિકલ્ચર ડિપાર્ટમેન્ટ અાપે છે અેટલે જ  ખેડૂતને જગતનો તાત કહેવાય છે.

રવી  અને ઉનાળું સિઝનમાં ખેડૂતો માટે સિંચાઈનું પાણી મળે તેવી કોઈ સંભાવના નથી. દેશમાં મોદી સરકાર અા સમળે અછત જાહેર ના કરે છતાં વાસ્તવિકતા અે છે કે, દેશના 251 જિલ્લાઅોમાં વરસાદની અછત છે. જ્યાં પાણી વિના લોકો ફાંફાં મારી રહ્યાં છે. ગુજરાતમાં 22 જિલ્લામાં વરસાદની ઘટ વચ્ચે સરકારે માત્ર 2  જિલ્લાને વરસાદથી અછતગ્રસ્ત જાહેર કર્યા છે.  અાગામી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બને તેવી પૂરી સંભાવના છે. મોદી સરકાર લોકસભાની ચૂંટણી સુધી મોંઘવારીનો બોમ્બ ન ફૂટે માટે ફૂલગુલાબી માહોલ બનાવી રાખવા માગે છે. દેશમાં વરસાદની ઘટ વચ્ચે તેની સીધી અસર કૃષિ ઉત્પાદન પર પડવાની સંભાવના છે.

સપ્ટેમ્બર મહિનામાં બીજા સપ્તાહમાં વરસાદની ઘટ અે સાત વર્ષમાં સૌથી વધારે છે. દેશમાં 662 જિલ્લાઅોમાંથી 236 જિલ્લામાં વરસાદની અછત સર્જાઈ છે. દેશના 57 ટકા લોકોને રોજગારી અે અેગ્રિકલ્ચરક્ષેત્ર પુરૂ પાડે છે. મોદી સરકાર પણ અા સારી રીતે જાણે છે. અા વર્ષે વાવેતરનો અાંક 1000 લાખ હેક્ટરે પહોંચી ગયો છે. સરકારે ધાન્યપાકોના ઉત્પાદનના અંદાજો પણ 2800 લાખ ટનથી વધુના મૂક્યા છે પણ હવે અા સ્થિતિ જોતાં અાગામી સમયમાં સરકારના લક્ષ્યાંકો પૂર્ણ થાય તેવી સંભાવના સૌથી અોછી છે.

દેશમાં અા વર્ષે પડ્યો દુકાળ

2002, 2004, 2009, 2014, 2015

  • 37 ટકા ભારતમાં વરસાદની ઘટ
  • દેશમાં 662 જિલ્લાઅોમાંથી 236 જિલ્લામાં વરસાદની અછત
  • 1 અોક્ટોબરથી ચોમાસાની થશે સત્તાવાર વિદાય
  • ૧૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ સ્થિતિ સર્જાઈ
  • દેશમાં 20થી 21 લાખ કરોડ રૂપિયાની અેગ્રિકલ્ચર ઇકોનોમી છે.
  • દેશના 8 રાજ્યોની સૌથી ખરાબ સ્થિતિ

દેશના મોટાભાગના વિસ્તારોમાં નોર્મલ મોનસુનની સ્થિતિ રહી હોવા છતાં દેશના ૨૫૧થી વધુ જિલ્લાઓમાં વરસાદની અછત છે. ૧૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ સ્થિતિ સર્જાઈ શકે છે. મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, બિહાર, ગુજરાત અને તમિળનાડુ સહિત ૧૧થી વધુ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ૫૦ ટકાથી વધુ જિલ્લાઓમાં મોટાપાયે ઓછા વરસાદની સ્થિતિ રહી છે. પશ્ચિમી રાજસ્થાનમાં પણ હાલત કફોડી બની ગઈ છે. એક દશક બાદ પણ શુષ્ક સ્થિતિ સર્જાઇ છે. મરાઠવાડા અને વિદર્ભ જે મહારાષ્ટ્રના ખૂબ મહત્વપૂર્ણ વિસ્તારો છે ત્યાં પણ દુષ્કાળ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૮ને પૂર્ણ થવા આડે ગણતરીના બે  દિવસ રહ્યા છે ત્યારે નોર્મલ મોનસુનની સ્થિતિ દેખાઈ રહી છે. હાલમાં ચાલી રહેલા દક્ષિણ પશ્ચિમ મોનસુનની  સત્તાવાર વિદાય આડે બે દિવસનો ગાળો રહ્યો છે. દેશમાં વરસાદી સિઝન પહેલી જૂન ૨૦૧૮ના દિવસે મોનસુનની શરૂઆત થયા બાદથી ૧૧૭ દિવસ સુધી રહી છે જેમાં લોંગ ટર્મ એવરેજના માઇનસ નવ ટકા વરસાદ રહ્યો છે.

આઈએમડી દ્વારા આંકડા જારી કરવામાં આવ્યા બાદ સ્થિતિમાં સુધારો થયો છે. 26મી સપ્ટેમ્બર સુધી આ આંક માઇનસ 9 ટકાનો રહ્યો હતો. દક્ષિણ પશ્ચિમ મોનસુન ભારતમાં વાર્ષિક વરસાદના ૭૦ ટકાની આસપાસ છે અને કૃષિ અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ છે. આઈએમડી દ્વારા જુદા જુદા વર્ગમાં મોનસુની વરસાદને વિભાજિત કરાય છે. ઓછા વરસાદને અછત તરીકે ગણવામાં આવે છે. જ્યારે લોંગ ટર્મ એવરેજ કરતા ૨૦-૫૯ ટકા ઓછો વરસાદ પડે ત્યારે તેને ઓછા વરસાદ તરીકે ગણવામાં આવે છે જ્યારે ૬૦-૯૯ ટકા ઓછો વરસાદ પડે ત્યારે તીવ્ર અછત તરીકે ગણવામાં આવે છે.

દેશમાં વરસાદની સ્થિતિ દર્શાવતો મેપ

દેશના ૨૫૧ જિલ્લાઓમાં આશરે ૩૭ ટકા ઓછો વરસાદ રહ્યો છે જેથી તીવ્ર અછતની સ્થિતિ તેને ગણી શકાય છે. જેમાં મેઘાલય, અરુણાચલ, ઝારખંડ, બિહાર, ગુજરાત, તમિળનાડુ અને ૫૦થી વધુ જિલ્લાઓનો સમાવેશ થાય છે. મોનસુનની પૂર્ણાહૂતિની રાહ જોવામાં આવી રહી છે. ઇન્ડિયા સ્પેન્ડ દ્વારા ૨૦૧૮ માટેના વરસાદી ડેટામાં ચકાસણી કરવામાં આવી ચુકી છે. વરસાદ ઓછા ધરાવતા પ્રદેશોમાં ગીચ વિસ્તારો પણ સામેલ છે. જો રાષ્ટ્રવ્યાપી એકંદરે વરસાદ સપ્ટેમ્બરના બાકીના ત્રણ દિવસમાં એક ટકાથી ઓછો રહેશે તો મોનસુન સિઝનમાં ફરી એકવાર દુષ્કાળની સ્થિતિની શક્યતા રહેલી છે. ૨૬મી સપ્ટેમ્બર ૨૦૧૮ના આંકડા મુજબ ભારતના ૭૯૩ મિલીમીટર વરસાદ નોંધાયો છે. જે લોંગ ટર્મ એવરેજ ૮૭૦ મીમીથી નવ ટકા ઓછો વરસાદ છે. આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ૨૦-૫૯ ટકા ઓછો વરસાદ થયો છે.

અા રાજ્યોની છે સૌથી ખરાબ સ્થિતિ

દેશના અા રાજ્યોમાં સૌથી ખરાબ સ્થિતિ છે. જેમાં 20 ટકાથી લઇને 60 ટકા સુધી વરસાદની ધટ છે. જેમાં મણિપુરમાં 58 ટકા, લક્ષ્યદ્રિપમાં 48 ટકા, મેઘાલયમાં 40 ટકા, અરૂણાચલ પ્રદેશમાં 31 ટકા વરસાદની ઘટ છે. અા ઉપરાંત ગુજરાતમાં 27 ટકા, ઝારખંડમાં 26 ટકા અને બિહારમાં વરસાદની ઘટ 23 ટકા છે. ત્રિપુરામાં વરસાદની ઘટ 21 ટકા છે.

ક્યાં કેટલો અોછો વરસાદ

દેશના મોટાભાગના વિસ્તારોમાં નોર્મલ મોનસુનની સ્થિતિ રહી હોવા છતાં દેશના ૨૫૧થી વધુ જિલ્લાઓમાં દુષ્કાળનું સંકટ તોળાઈ રહ્યું છે. ૧૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ સ્થિતિ સર્જાઈ શકે છે. આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓછો વરસાદ રહ્યો છે. ચિત્ર નીચે મુજબ છે.

રાજ્ય                       વરસાદની ઘટ

મણિપુર                       – ૫૮

લક્ષ્યદ્વીપ                    – ૪૮

મેઘાલય                       -૪૦

અરુણાચલ                   -૩૧

ગુજરાત                       -૨૭

ઝારખંડ                       – ૨૬

બિહાર                          – ૨૩

ત્રિપુરા                         – ૨૧

આસામ                        -૧૯

બંગાળ                         -૧૯

પોંડીચેરી                      -૧૯

251 જિલ્લાઅોમાં દુષ્કાળનું સંકટ

દેશના મોટાભાગના વિસ્તારોમાં નોર્મલ મોનસુનની સ્થિતિ રહી હોવા છતાં દેશના ૨૫૧થી વધુ જિલ્લાઓમાં દુષ્કાળનું સંકટ તોળાઈ રહ્યું છે. ૧૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ સ્થિતિ સર્જાઈ શકે છે. ૬૬૨ પૈકીના ૨૩૬ જિલ્લાઓના ડેટા ઉપલબ્ધ થઇ ચુક્યા છે. પહેલી જૂન ૨૦૧૮થી સપ્ટેમ્બર ૨૦૧૮ વચ્ચેના ગાળામાં ૧૧૭ દિવસમાં માઇનસ ૨૦થી લઇને માઇનસ ૫૯ ટકા સુધી ઓછો વરસાદ થયો છે. ઉત્તર પૂર્વમાં ૧૫ જિલ્લાઓમાં ઓછો વરસાદ થયો છે. વરસાદી આંકડા જારી કરવામાં આવ્યા બાદ અફડાતફડી તંત્રમાં ફેલાઈ ગઈ છે. કયા રાજ્યમાં વધુ જિલ્લાઓ અસરગ્રસ્ત રહ્યા છે તે નીચે મુજબ છે.

રાજ્ય           વરસાદની અછત

ગુજરાત                ૨૨

બિહાર                   ૨૭

તમિળનાડુ            ૨૦

ઝારખંડ                ૧૭

કર્ણાટક                 ૧૭

વરસાદનું અા રીતે ગણાય છે ગણિત

ભારતમાં વરસાદનું ગણિત બહુ જ રસપ્રદ છે. જૂનથી શરૂ થતાં ચાર મહિના ભારતના મહત્તમ ૭૦ ટકા વિસ્તારોમાં ચોમાસાની ઋતુ ગણાય છે. છેલ્લા ૫૦ વર્ષોના આંકડાની એવરેજ કાઢવામાં આવે તો ૩૫ ઇંચની આસપાસનો વરસાદ સામાન્ય ગણવામાં આવે છે. ભારતનું હવામાન ખાતું આટલા વરસાદને ૯૬થી ૧૦૪ ટકાની એવરેજ આપે છે. ૯૦ ટકાથી ઓછો વરસાદ આપણા દેશમાં દુષ્કાળ તરીકે જોવામાં આવે છે. જ્યારે ૧૧૦ ટકાથી વધુ વરસાદ સરેરાશ કરતાં વધુ અને તેનાથી થોડો અતિવૃષ્ટિ તરીકે ગણવામાં આવે છે.

ગુજરાતમાં ચોમાસાની સિઝન લગભગ પૂરી થવાની તૈયારીમાં છે. હવે આગામી સમયમાં વધુ વરસાદ પડવાની કોઈ શક્‍યતા પણ દેખાતી નથી. ત્યારે આવાનારા 8 મહિનામાં રાજ્યમાં પાણીનું વ્યવસ્થાપન સરકાર માટે મુશ્કેલી સમાન બનશે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસા દરમ્યાન કુલ સરેરાશ 831 મી.મી આશરે ૩૩ ઈંચથી વધુ વરસાદ પડે છે. તેની સામે અત્‍યાર સુધીમાં 636.31 મી.મી., આશરે 25 ઈંચથી વધુ વરસાદ પડ્‍યો છે. જે સરેરાશ વરસાદની સામે 76.57 ટકા વરસાદ પડ્‍યો છે. અર્થાત રાજયના કુલ સરેરાશ વરસાદની સામે 8 ઈંચ, એટલે કે 23.43 ટકા વરસાદની ઘટ છે.

26 ડેમ જ પૂરા ભરાયેલા

ગુજરાતમાં આ વર્ષે વરસાદની ઘટ છે ત્યારે રાજ્યના વિવિધ ડેમો પૈકી માત્ર 26 જ ડેમ પુરેપરા ભરાયા છે. વિવિધ જળાશયોમાં હાલમાં સરેરાશ 56 ટકા જ પાણી છે. ગુજરાતમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ કચ્છમાં પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 13માંથી 5 ડેમ ખાલી રહ્યા છે અને આઠ ડેમ ભરાયેલા છે. કચ્છની સ્થિતિ દયાજનક છે.કચ્છમાં 20 ડેમ આવેલા છે પણ તેમાં 11.97 ટકા જ પાણીનો જથ્થો છે. કચ્છની સ્થિતિ આગામી દિવસોમાં વધારે વિકટ બને તેમ લાગે છે.

સૌરાષ્ટ્ર પંથકમાં કુલ 138 જેમ છે અને તેમાંથી માત્ર 13 ડેમ ભરાયા છે. ગુજરાતના સૌથી મોટા અને જીવાદોરી કહેવાતા નર્મદા ડેમમાં પાણીનો 63 ટકા જથ્થો છે. નર્મદા ડેમના કારણે એક વર્ષ સુધી નગરપાલિકાઓ, મહાનગર પાલિકાઓ અને હજારો ગામડાઓને વાંધો આવે તેમ નથી પણ નર્મદા યોજના હેઠળ નહી આવતા ગામડાઓ માટે સમસ્યા ઉભી થઈ શકે છે. ચોમાસુ વિદાય લેવાના આરે છે ત્યારે ગુજરાતમાં હજી પણ 24 ટકા વરસાદની ઘટ છે. અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતમાં માત્ર 45 ટકા, મધ્ય ગુજરાતમાં 60 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ વરસાદનુ પ્રમાણ 73 ટકા અને કચ્છમાં માત્ર 26 ટકા કહ્યુ છે.

Related posts

તેલુગૂ ટીવી એક્ટ્રેસનું થયુ રહસ્યમય રીતે મોત, જાણો શું હતો મામલો

Pravin Makwana

જો લોકડાઉનનું સારી રીતે પાલન કરીશુ તો 400 જિલ્લાને બચાવીશું, જ્યાં હજૂ પણ એકેય કેસ નથી

Pravin Makwana

કોરોનાએ પાણી ફેરવી દીધુ, ભારતમાં GDPનું અનુમાન લગાવવું મુશ્કેલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!