GSTV
Home » News » કાલોલના અડાદરા ગામે દલિતો સાથે કરાયો ભેદભાવ, સામે આવી ચોંકાવનારી વિગતો

કાલોલના અડાદરા ગામે દલિતો સાથે કરાયો ભેદભાવ, સામે આવી ચોંકાવનારી વિગતો

કાલોલના અડાદરા ગામે દલિતો સાથે ભેદભાવ કરવામાં આવતો હોવાની ચોકાવનારી ફરિયાદો ઉઠી છે. અડાદરા ગામે દલિત વિસ્તારમાં વિકાસના એક પણ કામ ઈરાદાપૂર્વક નહીં કરવામાં આવતા હોવાની રજૂઆતો ઉચ્ચસ્તરે કરવામાં આવી છે. ગામમાં અંદાજે 100 જેટલા દલિત પરવારો છે. જેમાં બે ફળિયા આવેલા છે. ગામના દલિતોનું કહેવું છે કે ગામના વિકાસના કામોમાં તેઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે.

આખા અડાદરા ગામમાં કેન્દ્ર સરકારની યોજના મુજબ શૌચાલયો બનાવી આપવામાં આવ્યા છે…પરંતુ દલિતોની વસ્તી ધરાવતા બંને ફળિયામાં શૌચાલયો બનાવવા માટે કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. આ ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા સ્ટ્રીટ લાઇટની સગવડ પણ આપવામાં આવી નથી. જેથી આખા ગામમાં રાત્રે ઉજાસ હોય છે.

ત્યારે દલિત વસ્તીમાં અંધારપટ જોવા મળે છે.આ અંગે દલિતો દ્વારા જિલ્લા પંચાયત તેમજ સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. જિલ્લા પંચાયતે ટૂંક સમયમાં સમસ્યાઓનું નિરાકરણ લાવવાની હૈયાધારણા અપાઇ હતી..પરંતુ ઘણો સમય વીતવા છતા કામ ન થયાનો દલિત સમાજના લોકોએ આક્ષેપ કર્યો છે.

READ ALSO

Related posts

WhatsApp યુઝર્સ સાવધાન…! મીડિયા પર મોકલેલી ફાઈલ્સમાં હેકર્સ કરી શકે મોટી હેરાફેરી

Dharika Jansari

મુંબઈનાં ડોંગરીમાં ધરાશાઈ થયેલી ઈમારત અંગે મહારાષ્ટ્રનાં CMએ આપી પ્રતિક્રિયા

Mansi Patel

5 વર્ષમાં સૌથી ઊંચા મકાઈના ભાવ : કૃષિ કોમોડિટીમાં સૌથી સફળ પાક

Karan
Do NOT follow this link or you will be banned from the site!