GSTV
Gujarat Government Advertisement

રાજકારણ/ વડોદરામાં ડર્ટી પોલિટિક્સને કારણે કમિશનરપદે કોઈ લાંબું ટકતું નથી, આ અધિકારીઓએ કરાવી લીધી બદલી

વડોદરા

Last Updated on June 11, 2021 by Bansari

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ‘ડર્ટી પોલિટિક્સ’ને લીધે કમિશનર તરીકે કોઈ આઈ.એ.એસ. અધિકારી ટકી શકતા નથી, અને કોઈ અધિકારી પણ કમિશનર પદે વડોદરા આવવા રાજી નથી, તેવી એક છાપ ગાંધીનગરમાં છે. અત્યારે કલેકટરપદે રહી સફળ કામગીરી કરનાર શાલિની અગ્રવાલની બઢતી સાથે બદલી કરી મ્યુનિસિપલ કમિશનર પદે નિયુક્તિ કરાઈ છે.

વડોદરા

દાસે પાંચ વર્ષથી વધુ સમય રહી અગાઉના તમામ કમિશનરનો રેકોર્ડ બ્રેક કર્યો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર તરીકે માત્ર એમ.કે. દાસ પાંચ વર્ષથી વધુ સમય રહી અગાઉના તમામ કમિશનરનો રેકોર્ડ બ્રેક કર્યો હતો. દાસની બદલી બાદ જે કોઈ કમિશનર આવ્યા, તેમાંથી કેટલાક તો માંડ બે-ત્રણ વર્ષથી વધુ ટક્યા નથી. વડોદરામાં ડેપ્યુટી કમિશનર તરીકે સફળ કામગીરી કરનાર એચ.એસ. પટેલની નિમણૂક કમિશનર તરીકે થઈ હતી. તેમણે સુલેમાની ચાલ સહિતના અસંખ્ય દબાણો તોડયા, પરંતુ રાજ્ય સરકારે તેમની નિવૃત્તિના બે દિવસ અગાઉ જ તેમની બદલી કરી દીધી હતી. તેમના ગયા પછી કલેકટર તરીકે સફળ કામગીરી બજાવનાર ડો. વિનોદ રાવની કમિશનર તરીકે નિમણૂક થઈ હતી.

વડોદરા

ટૂંકસમય માટે કમિશનર પદે આવ્યા અને બાદમાં બદલી કરાવીને જતા રહ્યા

તેમણે વિકાસના કામો કરવાની સાથે તોડફોડ પણ ચાલુ રાખી, પરંતુ ડર્ટી પોલિટિક્સનો ભોગ તેઓ બન્યા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજનાના મુદ્દે મંત્રી સાથે વિવાદ થતા તેમની પણ બદલી થઈ હતી. અશ્વિનીકુમાર, મનીષ ભારદ્વાજ હોય કે અજય ભાદુ તેઓ ટૂંકસમય માટે કમિશનર પદે આવ્યા અને બાદમાં બદલી કરાવીને જતા રહ્યા છે.

છેલ્લે નંદીન ઉપાધ્યાય આવ્યા અને કોરોના મહામારી દરમિયાન તેમણે સફળ કામગીરી કરી, પરંતુ ૧૧ મહિનામાં જ ડર્ટી પોલિટિક્સને કારણે તેમણે પોતાની બદલી કરાવી દીધી હતી. ગઈકાલે જ બદલી થયેલા હાલના કમિશનર સ્વરૃપ પી. માત્ર નવ મહિના જ રહ્યા. કોર્પો.ની ચૂંટણી યોજાઈ, ભાજપના નવા પ્રમુખની નિયુક્તિ થઈ, કોર્પો.માં નવા હોદ્દેદારો આવ્યા અને તેઓ વડોદરાના વિકાસના કામો કરવાની તેમની મહેચ્છા પર પાણી ફરી વળ્યું. વડોદરાના પોલિટિક્સને કારણે કોઈપણ વિકાસનું કામ કર્યા વિના બદલી કરાવીને ચાલ્યા ગયા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પ્લેટફોર્મ ટિકિટ દ્વારા પણ થઈ શકે છે ટ્રેન મુસાફરી , જાણો ભારતીય રેલ્વેના આ જરૂરી નિયમો

Vishvesh Dave

ઘરબેઠા થઈ શકશે ખરીદી/ બાઈક ખરીદવાના મૂડમાં છો તો તમારા માટે છે ઉત્તમ તક, 10 હજાર રૂપિયા સુધી મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

Harshad Patel

પાલનપુરમાં સ્ત્રી-પુરુષ બંનેનાં ગુપ્તાંગ સાથે જન્મ્યું બાળક, 9 વર્ષ પછી થયું સફળતાપૂર્વક ઓપરેશન

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!