GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

વાવાઝોડાનાં સંભવિત સંકટને જોતા તંત્ર બન્યુ સજ્જ, આ મંત્રીઓને જિલ્લાઓની જવાબદારી સોંપાઈ

વેરાવળમાં ભારે પવનને કારણે સોમનાથ મંદિર પણ ધૂળની ડમરીઓથી ઢંકાઈ ગયુ છે. મોડી રાત સુધીમાં વાવાઝોડુ ત્રાટકશે પરંતુ તે પહેલા જ મંદિરની આસપાસ ધૂળની ડમરીઓ ઉડતા સમગ્ર મંદિર ધૂળથી ઢંકાઈ ગયુ હોય તેવો માહોલ સર્જાયો છે. જોકે તંત્ર દ્વારા તકેદારીના ભાગ રૂપે સાવચેતીના તમામ પગલા લેવાયા છે.

અરબી સમુદ્રમાં વાયુ નામનું વાવાઝોડું ગુજરાત તરફ દરિયાકાંઠા વિસ્તારમાં આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના સંભવિત સંકટને જોતા તંત્ર સજ્જ બની ગયુ છે. ત્યારે ગુજરાતના મંત્રીઓની નજર સમગ્ર સૌરાષ્ટ્ર પર રહેશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને વેરાવળની જવાબદારી સોપવામાં આવી છે. તો જયેશ રાદડિયાને જુનાગઢની અને સૌરભ પટેલને રાજકોટની જવાબદારી સોપવામાં આવી છે.

હળવદમાં ટીકરના રણકાંઠા વિસ્તારમાં 252 અગરીયાઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મામલતદાર સોલંકીએ જણાવ્યું હતું પીજીવીસીએલ તંત્રને  સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ આપ્યો છે. લોકોને સલામત સ્થળે રહેવાની અપીલ કરી છે.

તંત્ર દ્વારા કોઈપણ જાતની કચાશ ન રહી જાય તે માટે પૂરેપૂરું ધ્યાન રાખવામાં  આવી રહ્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્લાન મુજબ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તંત્ર દ્વારા સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત

Mansi Patel

ટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલાસો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ

Pravin Makwana

હવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!