GSTV
Corona Virus India News Trending Videos Viral Videos

શહેરી વિસ્તારો ખાલી થતાં જંગલી પ્રાણીઓની હાજરી વધી, નોઈડાનાં મોલમાં નીલગાય ફરતી દેખાઈ

કોરોનાના કારણે દેશભરમાં લોકડાઉન છે. એ સ્થિતિનો લાભ લઈને પ્રાણીઓ શહેરોના રસ્તામાં ઘૂમવા લાગ્યા છે. નોઈડાના મોલમાં એક નીલગાય ફરતી જોવા મળી હતી. એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સામાન્ય રીતે મોલના પટાંગણમાં કૂતરાં-બિલાડાંને પણ એન્ટ્રી મળતી નથી. પરંતુ અત્યારે લોકડાઉનની સ્થિતિ વચ્ચે એવાં જ એક મોલમાં નીલગાયને પ્રવેશ મળી ગયો હતો. નોઈડાના જીઆઈપી મોલમાં એક નીલગાય ફરતી જોવા મળી હતી. જંગલોના રસ્તાઓમાં જ નજરે ચડતી નીલગાય મોલમાં મોજથી ફરતી હતી તેનો વિડીયો વાયરલ થયો હતો.

એ તસવીર અને વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. લોકોએ જાત-ભાતની પ્રતિક્રિયા આપી હતી અને લખ્યું હતું કે હવે પ્રકૃતિ માણસ પાસેથી તેમનો અધિકાર પાછો મેળવે છે તેનો આ સંકેત છે. યુઝર્સે લખ્યું કે થોડા દિવસ પહેલાં જાનવરો ક્યાંક ખૂણામાં પડયા હતા અને માણસ બધે જ છૂટથી ફરતો હતો. આજે માણસ ઘરમાં ભરાઈ પડયો છે અને જાનવરો છૂટથી ફરતા થયા છે. આ કુદરતનો કમાલ છે.

અગાઉ કેરળના રસ્તામાં જંગલી બિલાડી મોજથી મહાલતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. એ જ રીતે ચંડીગઢ અને હરદ્વારના રસ્તાઓમાં સાબરની હાજરી નોંધાઈ હતી, જે સામાન્ય રીતે વન્ય વિસ્તારમાં જ જોવા મળે છે. એ જ રીતે અસામ, ઉત્તરાખંડ જેવા રાજ્યોના શહેરી વિસ્તારોમાં હાથીની હાજરી પણ જોવા મળી હતી. માનવીની હાજરી હોવાથી આવા સજીવો માનવ વસતિમાં ઓછા આવે છે.

READ ALSO

Related posts

અંજુ 6 મહિના બાદ ભારત કેમ પરત આવી, પાકિસ્તાની પતિ નસરુલ્લાએ કર્યો મોટો ખુલાસો 

Rajat Sultan

ઉત્તરકાશી ટનલમાંથી બહાર કાઢવામાં આવેલ કામદારોની શું છે સ્થિતિ, જાણો AIIMS દ્વારા શું કહેવામાં આવ્યું

Rajat Sultan

શિયાળામાં હનીમૂન માટે બેસ્ટ છે ભારતના આ 7 શહેરો, પાર્ટનર સાથે વિતાવો ક્વોલિટી ટાઈમ

Drashti Joshi
GSTV