GSTV
Gandhinagar India News ગુજરાત ટોપ સ્ટોરી

LIVE: દૂધસાગર ડેરીની ચૂંટણીમાં વિપુલ ચૌધરી પણ હાર્યા : જૂથનો કારમો સફાયો, પરિવર્તનના પવનમાં વિકાસનાં સૂપડાં સાફ

5,800 કરોડનું ટર્ન ઓવર ધરાવતી મહેસાણાની દૂધ સાગર ડેરીની ચૂંટણી માટે યોજાયેલું મતદાન હવે પૂર્ણ થયું છે. આ સાથે 15 બેઠક પર 41 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું હતું. ચૂંટણીમાં 99.11 ટકા મતદાન થયું હતું. જેમાં કુલ 10 જેટલા મતદારોએ મતદાન કર્યું નથી.

  • ૧૧ બેઠક પર પરિવર્તન પેનલ ની જીત
  • વિસનગર ની બંને બેઠક ઉપર પરિવર્તન પેનલ ના ઉમેદવાર જીત્યા
  • દિલીપ ચૌધરી અને એલ.કે .પટેલ નો વિજય
  • ખેરાલુ બેઠક ઉપર વિપુલ ચૌધરી ની હાર
  • સરદાર ચૌધરી નો વિજય
  • માણસા બંને બેઠક ઉપર પરિવર્તન પેનલ નો વિજય
  • કનુભાઈ ચૌધરી અને યોગેશ પટેલ નો વિજય ..
  • બહુમતની સાથે પરિવર્તન આગળ
  • દૂધસાગર ડેરીમાં આવ્યું પરિવર્તન
  • પરિવર્તન માટે યોગ્ય બેઠક મળી
  • અન્ય બેઠકની મત ગણતરી શરૂ
  • પ્રથમ ચાર બેઠક ઉપર અશોક ચૌધરી પેનલ ના ઉમેદવાર જીત્યા
  • વિપુલ ચૌધરી પેનલ ખાતું પણ ના ખોલાવી શકી
  • કલોલ બેઠક ટાઇ થતાં ચિઠ્ઠી ઉછાળવામાં આવી
  • બંને પક્ષોના એજન્ટની હાજરીમાં ચિઠ્ઠી ઉછાળવામાં આવી
  • બાળકીની હાજરીમાં ચિઠ્ઠી ઉછાળવામાં આવી
  • ચિઠ્ઠી ઉછળતા કલોલ બેઠક ઉપર જબુબેન ઠાકોરનો વિજય
  • પરિવર્તન પેનલના વધુ એક ઉમેદવાર જીત્યા
  • મહેસાણા બેઠક ઉપર અશોક ચૌધરી નો વિજય
    સમી અને હારીજ બેઠક ઉપર પરિવર્તન નો વિજય ..
  • સમી અને હારીજ બેઠક ઉપર સ્તાભાઈ ભરવાડ જીત્યા
  • કુલ સાત બેઠક નું પરિણામ જાહેર
  • તમામ બેઠક ઉપર પરિવર્તન પેનલના ઉમેદવાર વિજેતા
  • વિપુલ ચૌધરીની પેનલ હજુ ખાતું પણ નથી ખોલાવી શકી

તાજેતરમાં જે જોઈએ તો, વિપુલ ચૌધરી જૂથને મોટો ઝટકો લાગ્યો છે. જ્યારે અશોક ચૌધરીજૂથે ચારમાંથી 3 બેઠકો પર વિજેતા જાહેર થયા છે.

ત્યારે હવે આ ચૂંટણીના પરિણામો આવતા જાય છે. દૂધસાગર ડેરીના પરિણામ જોવા માટે આપ સતત અમારી સાથે જોડાયેલા રહો. અમે પળેપળની ખબર આપ સુધી પહોંચાડતા રહીશું. હાલ જે રીતે વિગતો મળી રહી છે, તે પ્રમાણે જોઈએ તો…

અશોક ચૌધરીની પેનલે ખાતું ખોલ્યું છે. કડી બેઠકમાં પરિવર્તન પેનલનો વિજય થયો છે. જશી બેન દેસાઈનો પણ વિજય થયો છે.
જ્યારે કલોલમાં ટાઈ પડી છે, જ્યાં બંને ઉમેદવારોને સરખા મત મળ્યા હતાં.

કડી બેઠકમાં પરિવર્તન દેખાઈ રહ્યુ છે. પેનલના ઉમેદવાર જશી બેન દેસાઈનો 4 મતે વિજય થયો છે. ચાણસ્મા બેઠક ઉપર પરિવર્તન દેખાયું છે. વિજય અમરત ભાઈ દેસાઈનો વિજય થયો છે. પાટણ બેઠક ઉપર પરિવર્તન પેનલનો વિજય થયો છે. તો વળી રમેશ ભાઈ દેસાઈનો પણ વિજય થયો છે.

છેલ્લી ઘડી સુધી રસાકસી

મહેસાણાની દૂધસાગર ડેરીના મતદાન દરમ્યાન છેલ્લી ઘણી સુધી મત માટે રસાકસી જોવા મળી. પાલોદર બેઠકના ખેગારભાઈ દેસાઈનો છેલ્લો મત મહેસાણા બેઠક પર પડ્યો. તેઓ દવાખાનાથી સીધા મતદાન કેન્દ્ર પર આવ્યા.  જોકે, તેમને મતકુટિરમાં લઇ જવાની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે તંત્ર સામે ઉમેદવારોનો રોષ જોવા મળ્યો હતો.

READ ALSO

Related posts

તાપી / પહેલાં ભાજપ અને પછી AAPમાં ગયેલા પૂર્વ MLAના પત્ની સ્નેહલતા વસાવાની કોંગ્રેસમાં ઘરવાપસી

Nakulsinh Gohil

Mumbai : ટ્રોલી બેગમાંથી મળ્યું 50 કરોડનું હેરોઈન, ઈથોપિયાથી આવી રહેલા મહિલા અને પુરુષ એરપોર્ટ પર ઝડપાયા

GSTV Web Desk

સુરત / કારમાંથી મળ્યાં 75 લાખ રૂપિયા, બે શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

Nakulsinh Gohil
GSTV