GSTV
Mehsana ગુજરાત ટોપ સ્ટોરી

દૂધ સાગર ડેરી કૌભાંડ/ અર્બુદા સેના સામે હવે દૂધ ઉત્પાદક હિત રક્ષક સમિતિ મેદાને, અશોક ચૌધરીએ જંગી રેલી સંબોધી

ચૌધરી

કૌભાંડી વિપુલ ચોધરીની ધરપકડ બાદ ચૌધરી સમાજ દ્વારા સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મહેસાણામાં ચૌધરી સમાજ દ્વારા વિપુલ ચૌધરીના સમર્થનમાં સત્ય સમર્થન મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને અર્બુદા સેના સામે હવે દૂધ ઉત્પાદક હિત રક્ષક સમિતિ મેદાને પડી છે. આ સંમેલનમાં મોટી સંખ્યામાં આંજાણા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ચૌધરી

ડેરીમાં થયેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ અશોક ચૌધરીએ જંગી રેલીને સંબોધન કરી મહેસાણા મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. 15000થી વધારે લોકોએ આવેદનપત્રમાં સહી કરી કૌભાંડની યોગ્ય તપાસ કરવા રજુઆત કરી છે.

વિપુલ ચૌધરીના ૬૬ જેટલા બેંક એકાઉન્ટ : ટેક્સાસમાં દીકરાના નામે ૯ કરોડનો બંગલો, પત્ની અને પુત્ર ગુમ

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના ૮૦૦ કરોડ રૂપિયાના કૌભાંડના મામલે ધરપકડ બાદ સાત દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેમને અને તેમના ચાર્ટડ એકાઉન્ટન્ટ શૈલેષ પરીખને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. બીજી તરફ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો મળી છે. જેમાં ૬૬ બેંક એકાઉન્ટ મળી આવ્યા છે. જેમાં કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારો થયા હોવાનું ખુલ્યુ છે. આ ઉપરાંત, પવન ચૌધરીના નામે એમેરિકાના ટેક્સાસમાં ૯ કરોડ રૂપિયાની બંગલો ખરીદ્યો હોવાનો પણ ખુલાસો થયો છે. આ કેસમાં ફરાર તેમના પત્ની અને પુત્ર વિદેશ નાસી જવાની ફિરાકમાં હોવાની શક્યતાને પગલે બંને વિરૂદ્ધ લુક આઉટ નોટીસ જાહેરકરાશે.

દૂધસાગર ડેરીના ૮૦૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં વિપુલ ચૌધરી અને તેમના સીએ શૈલેષ પરીખની પુછપરછમાં અનેક શંકાસ્પદ આર્થિક વ્યવહારને લગતી વિગતો બહાર આવી છે. આ અંગે એસીબી આસીટન્ટ ડાયરેકટર આશુતોષ પરમારે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન એસીબીને કુલ ૬૬ જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા. જેમાં વિપુલ ચૌધરીના પાંચ, ગીતાબેન ચૌધરીના ૧૦ અને પવન ચૌધરીના ૬ બેંક એકાઉન્ટ મળીને પરિવારના સભ્યોના ૨૧ બેંક એકાઉન્ટની માહિતી મળી છે. આ ઉપરાંત, કંપનીઓના ૪૫ જેટલા બેંક એકાઉન્ટ છે. આ તમામ બેંક એકાઉન્ટ અને તેની સાથે જોડાયેલા લોકરને સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વિપુલ ચૌધરીના ડેરીના ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાનના ડેરી સાથેના ૧૫ કરોડના શંકાસ્પદ વ્યવહાર પણ મળી આવ્યા છે. વિપુલ ચૌધરીના બેંક એકાઉન્ટમાંથી કુલ ૨૫૦ કરોડ રૂપિયાના નાણાંકીય વ્યવહાર પણ થયા હતા. જે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

વિપુલ

વિપુલ ચૌધરીએ તેમના પુત્ર પવનના નામે અમેરિકાના ટક્સાસમાં રૂપિયા નવ કરોડનો બંગલો ખરીદી કર્યો હતો. જેના નાણાં વિપુલ ચૌધરી અને અન્ય બેંકો દ્વારા ચુકવાયા હતા. આ સંદર્ભમાં ઇડીને રિપોર્ટ કરવામાં આવ્યો છે. નાણાંકીય સેટલમેન્ટ માટે ૩૧ જેટલી ડમી કંપનીઓ બનાવવામાં આવી હતી. જે પૈકી ચાર કંપનીઓ અંગે પ્રાથમિક તપાસ કરવામાં આવતા ચારેય કંપનીના એડ્રેસ અને વિગતો બનાવટી હતી અને ઇન્કમ ટેક્ષ રિટર્ન ફાઇલ કરવામાં પણ અનેક નાણાંકીય વ્યવહારો ચાર્ટડ એકાઉન્ટન્ટ શૈલેષ પરીખે છુપાવ્યા હતા. તેમજ બનાવટી ઓડિટ રિપોર્ટ પણ તૈયાર કરાયા હતા.

વિપુલ ચૌધરીના પત્ની ગીતાબેન અને પુત્ર પવન હાલ ફરાર છે. જેથી તે દેશના કોઇ સ્થળેથી વિદેશમાં નાસી જવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તેમના વિરૂદ્ધ લુક આઉટ નોટીસ જાહેર કરવામાં આવશે. ૬૬ બેંક એકાઉન્ટ , દસ્તાવેજો, આઇટી રિટર્ન જેવી બાબતોની તપાસ કરવા માટે એસીબીએ છ અધિકારીઓની એક ટીમ બનાવી છે. જેમાં એક સીએનો પણ સમાવેશ થાય છે.

Read Also

Related posts

ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે 250 કરોડની સંપત્તિ બનાવી, અમે વિરમગામમાં જઈને કરીશું વિરોધ

pratikshah

ગાંધીનગર/ વિધાનસભાની પાંચેય બેઠક પર ચૂંટણીની તમામ તૈયારીઓને આખરી ઓપ, ચૂંટણી પંચની સીધી નજર રહે તેવી વ્યવસ્થા

HARSHAD PATEL

અમદાવાદની ૭ બેઠકમાં ૩થી વધુ ગુનાઈત ઉમેદવારો ચૂંટણી મેદાને, બીજા તબક્કામાં ૯૩માંથી ૧૯ બેઠકમાં ૩થી વધુ ગુનાઈત ઉમેદવારને ટિકિટ

pratikshah
GSTV