GSTV

સેલરી માટે પરેશાન યુવક સાથે માલિકની નિચલી કક્ષાની હરકત, પગારના નામે પકડાવી દીધી સિક્કાઓથી ભરેલી ડોલ

Last Updated on September 17, 2021 by Zainul Ansari

દુનિયામાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે જે પોતાના પગારની રાહ જોતી ન હોય. કેટલાક માલિક તેમના કર્મચારીઓને હેરાન કરતા અચકાતા નથી. ડબલિનમાં રહેતા એક શખ્શ સોશિયલ મીડિયાની મદદ લઈને પોતાની સાથે બનેલી એક વિચિત્ર ઘટના શેર કરી છે. તેની એક ટ્વીટ સમગ્ર વિશ્વમાં વાયરલ થઈ છે.

સેલરીના નામે સિક્કા મળ્યા

ઘણા લોકો સોશિયલ મીડિયાની મદદથી ઘટનાઓ વિશે માહિતગાર કરતા હોય છે. તેમાંથી શીખીને અન્ય લોકો તે ભૂલોનું પુનરાવર્તન ટાળી શકે છે. રિયાન Rian Keoghના યુઝરે એક ડોલનો ફોટો ટ્વિટર પર શેર કર્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું જો કોઈને સાઉથ વિલિયમ સ્ટ્રીટમાં Alfiesમાં કામ કરવું કેવું હતું તે જાણવા માંગતા હોય, તો હું તેમને જણાવી દઉં કે ફાઇનલ સેલરી માટે અઠવાડિયા સુધી વિનંતી કર્યા પછી મને મારું મહેનતાણું મર્યું. પરંતુ 5 સેન્ટ સિક્કાઓથી ભરેલી ડોલમાં.

માલિકની હરકત પર શખ્સ પરેશાન

આ શખ્સનું કહેવું છે કે તે એક હોટલમાં કામ કરતો હતો. નોકરી છોડ્યા પછી તેને રૂપિયાની જરૂર હતી અને તે લાંબા સમયથી તેના બોસને ફાઇનલ સેલરી રિલીઝ કરવાની વિનંતી કરી રહ્યો હતો. પરંતુ તેના બોસે તેને પહેલા અવગણ્યો અને પછી એક દિવસ તે પગાર રોકડમાં આપવા તૈયાર થયો. પગારના નામે શખ્સને હોટલમાં બોલાવવામાં આવ્યો અને તેને 29.8 કિલોની ડોલ પકડાવી દેવામાં આવી.

પુરાવા માટે મેસેજ બતાવ્યા

આ શખ્સે સિક્કાઓથી ભરેલી ડોલ સાથે માલિકના મેસેજનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. આ વાયરલ ફોટોને અત્યાર સુધીમાં હજારો લોકોએ લાઈક કર્યો છે.

Read Also

Related posts

ખાસ વાંચો/ PF એકાઉન્ટમાં આવી ગયું છે વ્યાજ તો 1 જ કલાકમાં આ રીતે ઉપાડો રૂપિયા, આટલી સરળ છે પ્રોસેસ

Bansari

દોસ્ત રશિયાનું આ નિવેદન ભારતને કરી શકે છે નારાજ!

Vishvesh Dave

હેલ્થ ટિપ્સ / વધારે પડતુ વિચારવાની આદત બનાવી શકે છે તમને માનસિક રોગી, જાણો કેવી રીતે મેળવવો છુટકારો…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!