GSTV

દુબઈની પ્રથમ ડિજિટલ કરન્સી! 24 કલાકમાં 1000 ટકાનો ઉછાળો નોંધાયો, ઓફ લાઇન અને ઓનલાઇન ખરીદી કરી શકાશે

કરન્સી

Last Updated on May 29, 2021 by Damini Patel

દુબઇની પ્રથમ ક્રિપ્ટે કરંસી દુબઇ કોઇનનો 24 કલાકમાં 1000 ટકાનો ઉછાળો નોંધાયો છે. દુબઇ કોઇન આજેજ શરૂ થવાની સાથેજ ઉછાળો નોંધાતા તે આર્થિક ક્ષેત્રે ચર્ચાસ્પદ ઘટના બની હતી.

ડીબીઆઇએક્સ તરીકે ઓળખાતી આ ક્રિપ્ટો કરંસી યુએઇ સ્થિત એરેબયન ચેઇન ટેકનોલોજી આધારીત છે. ક્રિપ્ટો કરંસીનું માર્કેટ તૂટયા બાદ ગુરૂવારથી ફરી તેમાં સુધારો નોંધાયો હતો. આરબ વિશ્વની આ પ્રથમ ડિજીટલ કરંસી હોવાનો દાવો કરાઇ રહ્યો છે. દુબઇ ચેઇન કહે છે કે ટૂકમાં આ કરંસીથી લોકો ઓફ લાઇન અને ઓનલાઇન ખરીદી કરી શકશે. આ નવી કરંસી પર દુબઇ શહેર અને કરંસી ઓપરેટર ધ્યાન આપશે.

24 કલાકમાં 1000 ટકા જેટલો વધ્યો

Crypto.com અનુસાર દુબઈ કોઈન છેલ્લા 24 કલાકમાં 1000 ટકા જેટલો વધ્યો છે. 27 મેના રોજ સાંજે 4 વાગ્યે દુબઇકોઈન 1.13 ડોલર પર કારોબાર કરી રહ્યો હતો, જે તેની મૂળ કિંમત 0.17 ટકાથી ઘણો ઉપર છે.

આ કોઈન યુએઈની કંપની અરેબિયન ટેકનોલોજી દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. કંપની તરફથી જારી કરવામાં આવેલ પ્રેસ અનુસાર દુબઇકોઈનનો ઉપયોગ ટૂંકસમયમાં ઓનલાઇન અને ઓફલાઈન ગુડ્સ અને સવસના પેમેન્ટ માટે કરવામાં આવશે. દુબઇકોઇન પબ્લિક બ્લોકચેઇન પર આધારીત છે, તેથી તે સ્પષ્ટ નથી કે અરબ ચેન તેની કિંમતોનું નિયમન કરશે કે નહીં.

તે સિક્કો દીરહામની સાથે પોતાને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (સીબીડીસી) તરીકેની ઓળખાણ પણ બનાવી શકે છે. દુબઇમાં હોવાથી આ ક્રિપ્ટોકરન્સી ટકાઉ રહી શકે છે કારણ કે દિરહામ પણ ડોલર સામે સ્થિર છે. દુબઇકોઇન બરાબર સીબીડીસી જેવા નહીં હોય. પરંતુ તે ચાઇનાની ઓફિશિયલ ડિજિટલ કરન્સી યુઆન જેવું હોઇ શકે છે જેનું હાલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.

Read Also

Related posts

‘શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રાની પૂજા કરવી જોઈએ’, જાણો ‘ગંદી બાત’ ફેમ અભિનેત્રીએ કેમ કહ્યું આવું?

Vishvesh Dave

આતંકીસ્તાનને ભણાવવો પડશે પાઠ: યુએસ એજન્સીના રિપોર્ટમાં ચોંકાવનારો અહેવાલ, કુખ્યાત આંતકીસંગઠોના નિશાના પર ભારત!

pratik shah

મોટા સમાચાર: પંજાબ કોંગ્રેસમાં કકળાટ વધ્યો, પ્રદેશ અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુએ આપ્યું રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!