GSTV

દુબઈના શાસકની ગ્લેમરસ પત્નીનું બોડીગાર્ડ સાથે હતું અફેર, લફરું દબાવવા માટે કરોડો રૂપિયાની કરાઈ લ્હાણી

દુબઈના શાસક શેખ મહોમ્મદ બિન રાશિદ અલ મકતૂમની ગ્લેમરસ પત્ની હયાનો પોતાના જ બોડીગાર્ડ સાથે સબંધ હોવાનો સનસનીખેજ દાવો બ્રિટનના એક અખબારે કર્યો છે. અખબારે તો પોતાના અહેવાલમાં કહ્યું છે કે, હયાએ આ સબંધો અંગે મોઢુ નહીં ખોલવા માટે બોડીગાર્ડને 12 કરોડ રુપિયા પણ આપ્યા હતા. બ્રિટિશ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીના આધારે આ દાવો કરવામાં આવ્યો છે. દુબઈના શાસકે પત્નીને કોઈ કારણ આપ્યા વગર શરિયા કાનૂન હેઠળ ગયા વર્ષે છૂટાછેડા આપી દીધા હતા.

હયાના જેની સાથે સબંધ હતા તે બોડીગાર્ડ પરિણિત હતો

રિપોર્ટ પ્રમાણે હયાના જેની સાથે સબંધ હતા તે બોડીગાર્ડ પરિણિત હતો. જોકે અફેરના કારણે તેના લગ્નમાં પણ ભંગાણ પડ્યુ હતુ. રાજકુમારી હયા હાલમાં દુબઈ છોડી ચુકી છે અને કેટલાક વર્ષથી બ્રિટનમાં રહે છે. બાળકોની કસ્ટડીને લઈને તેણે બ્રિટિશ કોર્ટમાં કેસ કર્યો હતો અને તેનો ચુકાદો હયાની તરફેણમાં આવ્યો હતો.

12 લાખની ઘડિયાળ અને 50 લાખની બંદુકનો પણ સમાવેશ

રાજકુમારી હયા પોતાના બોડીગાર્ડને બહુ મોંઘી ગિફ્ટ પણ આપતી હતી. જેમાં 12 લાખની ઘડિયાળ અને 50 લાખની બંદુકનો પણ સમાવેશ થાય છે. રાજકુમારી હયા દુબઈના શાસકની છઠ્ઠી અને સૌથી નાની વયની પત્ની હતી. એવું મનાય છે કે, બોડીગાર્ડ રસેલ ફ્લાવર સાથે 2016માં તેનુ અફેર શરુ થયું હતું. 46 વર્ષીય રાજકુમારીનુ અફેર બે વર્ષ ચાલ્યું હતું અને એવુ પણ કહેવાય છે કે, રસેલ સાથેના અફેરની વાત જાહેર ના થાય તે માટે તેણે બીજા બોર્ડીગાર્ડને પણ ચૂપ રહેવા માટે કરોડો રુપિયા આપ્યા હતા. 2018માં હયા દુબાઈથી ભાગી છુટી હતી અને તે લંડનમાં રહે છે. તેને બે બાળકો પણ છે. જોકે હયા રસેલ સાથેના અફેરને લઈને થતા દાવાને નકારી ચુકી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

અમદાવાદ : પ્લાઝમા ડોનેટ કરવામાં લોકોમાં કચવાટ, કોરોનાને મ્હાત આપનાર લોકોને પ્લાઝમા ડોનેટ કરવા અપીલ

Nilesh Jethva

અમદાવાદમાં રવિવારે કોરોના માટેની ડેડબોડી વાનના આંટાફેરા સિવિલ હોસ્પિટલમાં વધ્યા, મોતના આંકને લઈને ઉઠ્યા સવાલો

Nilesh Jethva

કોરોના મહામારીમાં જરૂરિયાતમંદ લોકોને કપડા આપવા આ યુવકોએ શરૂ કરી અનોખી પહેલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!